જાનકીની ત્રિશા ઑન ધ રૉક્સ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ થશે રિલીઝ

30 April, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું પહેલું પોસ્ટર જાનકીએ ગયા વર્ષે તેના બર્થ-ડે નિમિત્તે રિલીઝ કર્યું હતું.

જાનકી બોડીવાલા

જાનકી બોડીવાલાની ‘શૈતાન’ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ હૉરર ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મ તેની ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક હતી. હવે જાનકીની રોમૅન્ટિક ગુજરાતી ફિલ્મ ‘ત્રિશા ઑન ધ રૉક્સ’ રિલીઝ માટે તૈયાર છે. આ ગુજરાતી ફિલ્મ ૨૧ જૂને હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે હિતેન કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર જાનકીએ ગયા વર્ષે તેના બર્થ-ડે નિમિત્તે રિલીઝ કર્યું હતું.

entertainment news janki bodiwala bollywood buzz bollywood news dhollywood news