સૌમ્ય જોશીની કવિતાની પરેશ વોરા અભિનિત નાટ્યાત્મક રજૂઆત “Happy Diwali”

13 May, 2020 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સૌમ્ય જોશીની કવિતાની પરેશ વોરા અભિનિત નાટ્યાત્મક રજૂઆત “Happy Diwali”

સૌમ્ય જોશી એક એવા કવિ છે જેમની રચનાઓનું મૂળ તથા બીજ જે સમજે અને માણે તેને હૈયા સોંસરવું ઉતરી જાય. લૉકડાઉનમાં જ્યારે લોકો કંટાળે છે અને સતત મનોરંજનના રસ્તા શોધ્યા કરે છે ત્યારે સંવેદનાઓને એક નવા સ્તરે મુકે એવી એક રચના હેપ્પી દિવાળી16 મેના રોજ સાંજે સાડા સાત વાગ્યે બ્રેન બૉક્સ સ્ટૂડિયોઝ પર ડિજીટલી પ્રિમિયર કરાશે.અંધારા ઓરડામાં, ગંધકની વાસ વચ્ચે પણ સપનાં જોવાય છે, જીવાય છે અને ત્યાં જ ઉજવાય છે ટેટાની લૂમ પર લાલા કાગળો વચ્ચે કોઇની દિવાળી આવી કંઇક વાત છે આ રજુઆતમાં

હેપ્પી દિવાળી’ સૌમ્ય જોશીની ગુજરાતી કવિતા મારું નામ ગણેશ વેણુગોપાલ પર આધારીત સર્જન છે. પરેશ વોરા જે એવોર્ડ વિજેતા ફિલ્મ રેવાના પ્રોડ્યુસર છે તથા મારા અસત્યનાં પ્રયોગો જેવા રસપ્રદ એકાંકીમાં અસરકારક અભિનય માટે જાણીતા છે તેમણે આ 25 મિનિટની એકોક્તિ – મોનોલૉગને અભિનિત કર્યો છે.બાળ મજૂરી જેવા સંવેદનશીલ વિષય પરની આ રચનાનું ડિરેક્શન પ્રિતેશ સોઢાએ કર્યું છે.

દક્ષિણનાં શિવાકાશીમાં ફટાકડાઓની ફેક્ટરીમાં બાળ મજૂરીની વરવી વાસ્તવિકતાથી કોઇ અજાણ નથી. પહેલાં તે વેદના કવિતામાં ઢાળવી અને પછી તેને એક નાટ્યાત્મક વળાંક આપવો સરળ નહીં રહ્યું હોય. સૌમ્ય જોશી, પ્રિતેશ સોઢા અને પરેશ વોરાની સર્જનાત્મકતાનાં આ ત્રિવેણી સંગમને દર્શકો બ્રેન બૉક્સ સ્ટુડિયો પર ડિજીટલી જોઇ શકશે.

lockdown entertainment news