Gujarati Mid-Day IMPACT: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઉઠાવ્યો અવાજ ને મીનળ પટેલને પુરસ્કારની અટવાયેલી રકમ મળી 

13 December, 2023 11:12 AM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી અભિનેત્રી મીનળ પટેલના પુરસ્કારની રકમ 4 વર્ષથી અટવાયેલી હતી. આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ પર આર્ટિકલ પબ્લિશ કર્યા બાદ આખરે તેમની રકમ તેમના સુધી પહોંચી ગઈ છે.

ટ્રાન્સમીડિયો એવોર્ડ્સમાં મીનળ પટેલને પુરસ્કાર અપાયો તેની તસવીર

ગુજરાતી વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલને ટ્રાન્સમીડિયા એવોર્ડ્સમં "લાઈફટાઈફ અચીવમેન્ટ અવોર્ડ" થી નવાજવામાં આવ્યાં હતાં. અને તે સમયે સ્ટેજ પર 51 હજારની રકમનો ચેક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષો વીતી જતાં પણ આ રકમ તેમને મળી નહોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ મામલે અવાજ ઉઠાવ્યો. ઘટના સંબંધિત તમામ લોકો સાથે વાતચીત કર્યા બાદ તપાસ કરી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની વેબસાઈટ પર આ અંગે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો. 

આ ઉપરાંત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સતત મીનળ પટેલના સંપર્કમાં હતું. મીનળ પટેલના પુરસ્કારની અટવાયેલી રકમ તેમને વહેલી તકે મળી જાય તે હેતુથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ પર અહેવાલ પબ્લિશ કર્યાના પાંચ દિવસમાં જ મીનળ પટેલને ટ્રાન્સમીડિયા અવોર્ડ્સની ટીમ તરફથી ફોન ગયો હતો અને તેમને તેમના પુરસ્કારની રકમ લઈ જવા કહ્યું હતું. ત્યાર બાદ મીનળ પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આના વિશે જાણ કરી.

"મને ટ્રાન્સમીડિયા ટીમ તરફથી ફોન આવ્યો હતો. જેમાં મને મારા પુરસ્કારની 51 હજારની રકમ લઈ જવા કહ્યું હતું. મેં મારા દીકરાને આ રકમ લેવા મોકલ્યો હતો. અને આખરે મારા પુરસ્કારની રકમ મારા સુધી પહોંચી ગઈ છે" એવું મીનળ પટેલે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો આભાર વ્યક્ત કર્યો હતો.     

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ પર પબ્લિશ કરવામાં આવેલો આર્ટિકલ નીચેની લિંકમાં વાંચી શકો છો

ગુજરાતી વરિષ્ઠ કલાકાર મીનળ પટેલના પુરસ્કારની રકમ ક્યાં?

જયારથી આ મુદ્દો ગુજરાતી મિડ-ડે ડૉટ ક઼ૉમ સામે આવ્યો ત્યારથી તે આ મામલે મીનળ પટેલ સાથે સંપર્કમાં રહી અપડેટ લઈ રહ્યું હતું. અભિનેત્રીના પુરસ્કારની અટવાયેલી રકમ અન્ય કલાકારને આપવામાં આવી છે એવું કહી આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ વબેસાઈટ પર અહેવાલ પબ્લિશ થયાં બાદ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ આખરે ટ્રાન્સમીડિયાની ટીમે મીનળ પટેલ સુધી પુરસ્કારની રકમ પહોંચાડી. જોકે, હજી અન્ય એક કલાકાર છે, જેમને આ રકમ મળી નથી. પરંતુ એ કલાકાર આ મુદ્દે પોતાનું નામ જાહેર કરવા નથી માંગતા. પરંતુ તેમ છતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો પ્રયાસ રહેશે તેમને પણ તેમના પુરસ્કારની રકમ મળી જાય. 

તમે કોઈ પણ ક્ષેત્ર, જાતી, જ્ઞાતિ, શહેર કે કોઈ પણ વર્ગના છો, તમારી દરેક સમસ્યાનો અવાજ બનવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તત્પર રહેશે. તમારા કોઈ એવાં પ્રશ્નો કે મુશ્કલી હોય, જયાં તમને લાગતું હોય કે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમને કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકે એમ હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરો. અમે અડીખમ તમારી સાથે ઉભી છીએ. 

(નોંધ: ગુજરાતી મિડ-ડે સુધી પહોંચવા માટે gmddigital@mid-day.com પર સંપર્ક કરી શકો છો)

dhollywood news gujarati mid-day gujarati film entertainment news nirali kalani