નટસમ્રાટ ડિરેક્ટર જયંત ગિલાતરને દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન એવાર્ડ એનાયત

13 May, 2019 12:42 PM IST  | 

નટસમ્રાટ ડિરેક્ટર જયંત ગિલાતરને દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન એવાર્ડ એનાયત

જયંત ગિલાતર દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ સાથે

ગુજરાતી ફિલ્મ 'નટસમ્રાટ' ડિરેક્ટર જયંત ગિલાતરની પસંદગી દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ માટે કરવામાં આવી છે. 'નટસમ્રાટ' ફિલ્મ મરાઠી ફિલ્મ 'નટસમ્રાટ'ની રિમેક ફિલ્મ છે જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને દીપિકા ચિખલિયા લીડ રોલમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ રાંદેરિયાને પણ આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મ 'નટસમ્રાટ'માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે દિગ્ગજ અભિનેતાઓ સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષી સૌ પ્રથમ વખત એકસાથે દેખાયા હતા. આ ફિલ્મમાં રામાનંદ સાગર રચિત `રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને પ્રસિદ્ધી મેળવનારાં દીપિકા ચિખલિયા ટોપીવાળા પણ જોવા મળી હતી. ફિલ્મ નટસમ્રાટમાં એવી સ્ટોરી છે જેમા એક પ્રસિદ્ધ અભિનેતાનું જીવન દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષીના સંવાદ દર્શકોના દિલને સ્પર્શ કરે તેવા જોવા મળ્યા હતા. ફિલ્મ 'નટસમ્રાટ'ને ઘણી પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રમેશ મહેતા મને કહેતા કે ઉપરવાળા જમવાનું આપઃનરેશ કનોડિયા

'નટસમ્રાટ' ફિલ્મે દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવાર્ડ સિવાય પણ ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે. 'નટસમ્રાટ' ડિરેક્ટર જયંત ગિલાતરને ગ્લોબલ ફિલ્મ ફેસ્ટીવલ નોઈડામાં પણ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે તેમને GIFA, ટ્રાન્સમીડિયા એવોર્ડ, IGGF માટે બેસ્ટ ડિરેક્શન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

gujarati film dhollywood news