ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ બૉક્સ-ઑફિસના રેકૉર્ડ તોડી રહી છે

11 February, 2019 10:26 AM IST  | 

ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ બૉક્સ-ઑફિસના રેકૉર્ડ તોડી રહી છે

ડાબેથી વિપુલ મહેતા (ડિરેક્ટર), આરોહી, રશ્મિન મજીઠિયા (પ્રોડ્યુસર), યશ સોની, સિદ્ધાર્થ રાંદેરિયા

કોકોનટ મોશન પિકચર્સ ફરી એક વખત એમની હૃદયસ્પર્શી કૌટુંબિક મનોરંજક ફિલ્મ દ્વારા ગુજરાતી દર્શકોને આકર્ષવામાં સફળ થયું છે. તેમની ફિલ્મ ચાલ જીવી લઈએ સુપરહિટ જઈ રહી છે અને એમાં સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ જેવા કલાકારોના જોરદાર પર્ફોર્મન્સ, રમૂજ, સુંદર અને માવજત સંવેદનશીલ વાર્તાને કારણે આખું સપ્તાહ ફિલ્મના શો હાઉસફુલ રહ્યા અને બૉક્સ-ઑફિસ છલકાવી દીધી.

અત્યારે ગુજરાતી સિનેમાનો યુગ ફરી ઊગી રહ્યો છે અને ભારતભરમાં રિલીઝ થતી બૉલીવુડની ફિલ્મો સામે મજબૂત રીતે હરીફાઈ કરી રહેલી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ વિવેચકોની અને વ્યવસાયની દૃષ્ટિએ પણ ખૂબ પ્રશંસા મેળવી રહી છે અને ગુજરાતી ફિલ્મ જગતમાં માઇલસ્ટોન સાબિત થઈ.

ટોચની પ્રોડક્શન વૅલ્યુ, સચિન-જિગરનાં મેલોડિયસ ગીતો, સિનેમૅટિક શૉટ્સ, દિલધડક સંવાદો અને વિપુલ મહેતાનું જોરદાર ડિરેક્શન ફિલ્મને જીવંત બનાવે છે અને દર્શકોને વારંવાર જોવા મજબૂર કરે છે.

ફિલ્મના પ્રોડ્યુસર રશ્મિન મજીઠિયા કહે છે, ‘કોકોનટ મોશન પિક્ચર્સ દર વર્ષે જુદા- જુદા વિષયો પર ફિલ્મો આપે છે અને ગુજરાતના દર્શકો અમારી ફિલ્મ વારંવાર જોવાનું પસંદ કરે છે અને નવી ફિલ્મનો તેમને ઇન્તજાર હોય છે. આ ફિલ્મની સફળતાથી ગુજરાતી ફિલ્મઉદ્યોગને ફાયદો થઈ રહ્યો છે અને ગુજરાતી ફિલ્મનો નવો યુગ ઊભો થઈ રહ્યો છે. અત્યારે ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે અને દર્શકો એકથી વધારે વાર એને જોવાનું પસંદ કરી રહ્યા છે આથી એને બૉક્સ-ઑફિસ પર પણ સારી સફળતા મળી રહી છે. એના કારણે ફિલ્મ દર્શાવવા માટે સતત થિયેટરો વધારતા રહેવું પડે છે. ‘ચાલ જીવી લઈએ’ વર્ષની સવર્શ્રેણષ્ઠ કૌટુંબિક મનોરંજન ફિલ્મ બની રહી છે.’

આ ઉપરાંત પાઇરસીના દાવાનળને ખતમ કરવા કોકોનટ મોશન પિક્ચર્સ ગુજરાતના દર્શકોને વિનંતી કરે છે કે નો પાઇરસી. ગુજરાતી ફિલ્મઉદ્યોગ ખૂબ જ મહેનત કરે છે અને પાઇરસીથી દર્શકોને ફિલ્મનાં ખરા સત્વનો અને સાચો અનુભવ માણવા નથી મળતો.

રશ્મિન મજીઠિયા વધુમાં કહે છે, ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મ કલેક્શનના બધા જ રેકૉર્ડ તોડી રહી છે. ગુજરાતી દર્શકો ફિલ્મને ભરપૂર માણી રહ્યા છે એટલું જ નહીં, દર્શકો તેમના પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી ટિકિટ ખરીદીને અન્ય લોકોને ભેટમાં આપીને ફિલ્મ જોવા પ્રેરે છે. આ ફિલ્મ દરેકે જોવી જ જોઈએ એવી ઇચ્છા વ્યક્ત કરે છે. આથી હું માનું છું કે અમારી ફિલ્મ એને મળવી જોઈએ એટલી સફળતાના સ્તરે પહોંચી ગઈ છે. ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મના આ તાજા અને આર્યજનક સંસ્કરણને મળેલો અપ્રતિમ પ્રતિસાદ ગુજરાતી સિનેમાના યુગને પાછો લાવશે એવી મને આશા છે. એનું સ્થાન ફરી ઊંચું આવશે અને કોકોનટ મોશન પિક્ચર્સ જેવા પ્રોડક્શન હાઉસિસ આવી કલ્ટ ફિલ્મો બનાવવા તરફ પ્રેરાશે એ નક્કી છે.’