“કહું છું સાંભળો છો”માં લગ્નજીવનની અતરંગી સિચ્યુએશન્સ દર્શાવાશે

13 August, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

“કહું છું સાંભળો છો”માં લગ્નજીવનની અતરંગી સિચ્યુએશન્સ દર્શાવાશે

લગ્ન જીવનની નોક ઝોંકથી માંડીને રમુજી સ્થિતિ ખડી કરનારા સંજોગોને આ સિરીયલમાં વણી લેવાશે.

કલર્સ ગુજરાતી પર સિરીયલ કહું છું સાંભળો છો 24મી ઑગસ્ટથી શરૂ થશે. લગ્ન જીવનની નોક ઝોંકથી માંડીને રમુજી સ્થિતિ ખડી કરનારા સંજોગોને આ સિરીયલમાં વણી લેવાશે. આ એક સિચ્યુએશનલ કૉમેડી છે જેન વાયોલેટ વિંગ્ઝ અંતર્ગત મયુરી ધવલ પંડ્યા, રામેન્દ્ર વસિષ્ઠ અને નિલેશ કોઠારે દ્વારા  પ્રોડ્યુસ કરાઇ છે.

આ સિરીયલના લેખક રામેન્દ્ર વસિષ્ઠ છે તથા ડાયરેક્ટર અતુલ પટેલ છે. આ સિરીયલમાં માનસી પંચાલ, રુતેષ પટેલ, પૃથક શેઠ, રુબી ઠક્કર, સુનિલ વાઘેલા તથા મેહુલ વ્યાસ જોવા મળશે. રોજિંદી જિંદગીની અપેક્ષાઓ, ગુંચવણો, દલીલો, રમુજોઆ સિરીયલની એપિસોડ્ઝમાં વણી લેવાશે. તેના મેકર્સનું કહેવું છે કે કહું છું સાંભળો છો એક એવો વિરોધાભાસ છે જેમાં કહેવાય છે પણ સંભળાય છે કે કેમ તેની કોઇ ખાતરી નથી હતો અને છતાં ય સાંભળવું તો પડે  છે. બે વ્યક્તિ જે સાથે રહે છે પણ બધા જ તર્કને જાણે માત આપે છે એવી કૉમેડી આ સિરીયલમાં દર્શાવાશે કારણકે આ એક એવો સંબંધ છે જે પ્રેમ, બલિદાન, જવાબદારી અને ઇએમઆઇઝથી બંધાયેલો હોય છે. આ સિરીયલ કલર્સ ગુજરાતી પર 24મી ઑગસ્ટથી સોમવારથી શનિવાર સાંજે સાત વાગ્યે જોઇ શકાશે.

dhollywood news