આજે ઓપન થાય છે બંધ હોઠની વાત

22 December, 2019 11:29 AM IST  |  Mumbai

આજે ઓપન થાય છે બંધ હોઠની વાત

બંધ હોઠની વાત

ઇન્ડિયન થિયેટર કંપની અને નિર્માતા વિશાલ ગોરડિયાનું નવું નાટક ‘બંધ હોઠની વાત’ના લેખક ઉત્તમ ગડા અને દિગ્દર્શક દિનકર જાની છે. નાટકના મુખ્ય કલાકારોમાં સાત્વી ચોકસી, હર્ષિલ દેસાઈ, યોગેશ ઉપાધ્યાય, ભૂમિ શુક્લ, ભાવિતા સંઘવી અને સૌનીલ દરુ છે. નાટકની વાર્તા રોહન અને રૂપાલી-સોનલ નામની બે બહેનોની આસપાસ ફરે છે.

રોહન કોરિયોગ્રાફર છે. મુંબઈમાં નવો-નવો આવ્યો છે અને ભાડે રહે છે. રોહનની લાઇફમાં બે બહેનો એકસાથે આવે છે, રૂપાલી અને સોનલ. સોનલ મોટી છે અને રૂપાલી નાની છે. આ બન્ને બહેનોને રોહને ડાન્સ શીખવવાનો છે. રોહનને કોઈ વાંધો નથી, પણ રૂપાલી અને સોનલમાંથી રૂપાલીને ડાન્સ શીખવામાં કોઈ રસ નથી. રૂપાલી ડાન્સ શીખવાના બહાને રોહન સાથે ફ્લર્ટ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તો સામા પક્ષે સોનલને ડાન્સ શીખવામાં રસ છે, પણ કમનસીબે તે મ્યુઝિક સાંભળી શકતી નથી. રોહન માટે આ બન્ને બહેનોનો અનુભવ માત્ર અનુભવ નહીં, જીવનનું એક લેશન પણ છે, જે તેની લાઇફ ચેન્જ કરવાનું કામ કરનારું છે. નાટકની લીડ ઍક્ટ્રેસ સાત્વી ચોકસી જાણીતા લેખક ડૉ. મુકુલ ચોકસીની દીકરી છે અને તે આ નાટકથી મુંબઈની રંગભૂમિ પર પ્રવેશ કરી રહી છે. નાટકના પ્રસ્તુતકર્તા સંજય ગોરડિયા કહે છે, ‘આ નાટકની ખાસિયત એ છે કે એ અનુભવનું નાટક છે, અત્તર કે પરફ્યુમની ખુશ્બૂ તમે વર્ણવી ન શકો એનો અનુભવ કરવાનો હોય, ‘બંધ હોઠની વાત’ પણ એ જ કક્ષાનું નાટકનું છે.’

‘બંધ હોઠની વાત’નો શુભારંભ આજે સાંજે સાડાસાત વાગ્યે ભારતીય વિદ્યા ભવન ઑડિટોરિયમથી થશે.

entertaintment gujarati film