ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે કલાકારો આમ કરશે રાષ્ટ્રપિતાને યાદ

01 October, 2020 07:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે કલાકારો આમ કરશે રાષ્ટ્રપિતાને યાદ

ગાંધીજી

બીજી ઑક્ટોબરના રોજ ગાંધીજીનો જન્મ થયો અને ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા બન્યા ત્યારે 2જી ઑક્ટોબરના ગાંધીજીને યાદ કરવા ગુજરાતી સેલેબ્સ એક સાથે આવીને ગાંધીજીની 151મી જન્મજયંતી નિમિત્તે તેમને કંઇક આ રીતે યાદ કરી રહ્યા છે.

"મારામાં ગાંધી હજુ જીવે છે." કઈ રીતે, ક્યાં અને કેમ આ અંગે ગુજરાતના જાણીતા 25 ચહેરોાઓ જેમાં અભિનેતાથી લઈને સામાજિક કાર્યકર, કવિ, નાટ્યકારથી લઈને સારા લેખક, ગાયક તેમજ પોલીસ અધિકારીઓ પોતાની વાત કરી રહ્યા છે. કેવી રીતે ગાંધીવિચાર તેમની સાથે સંકળાયેલા છે. કેવી રીતે ગાંધીજી તેમની સાથે પર્સનલી જોડાયેલા છે. તેમની સાથે પર્સનલ કનેક્શન શું છે તેની વાત આ બધાં જાણીતા ચહેરા પોતાના ચાહકો સામે રજૂ કરવાના છે. ગાંધીજીના કયા ગુણ તેમને ગમે છે અને ગાંધીજીની જીવનીમાંથી તેઓ કઈ બાબતો શીખ્યા છે. શીખી રહ્યા છે કે ગ્રહણ કરવા માગે છે. આજે પણ એવી ક્ષણો છે જ્યાં તેઓ ગર્વભેર કહી શકે છે કે હા, મારામાં ગાંધી હજુ જીવે છે. નવજીવન યૂટ્યૂબ ચેનલ પર આવતી કાલ એટલે કે બીજી ઑક્ટોબર 2020થી સાંભળવા મળશે આ જાણીતી 25 વ્યક્તિઓના જીવનમાં ગાંધી કનેક્શનની અજાણી વાતો.

આ કનેક્શનની વાતો કરનારા સેલેબ્રિટીમાં પ્રતીક ગાંધી, યશ સોનીથી લઈને આરોહી, આદિત્ય ગઢવી, મયૂર ચૌહાણ, જીગરદાન ગઢવી જેવા અનેક નામી કલાકારો જોવા મળશે.

yash soni Pratik Gandhi aarohi patel gujarati film dhollywood news gandhi jayanti