નીરવ બારોટનું લોકપ્રિય થયેલું ગીત મથુરામાં વાગી મોરલી, યુટ્યૂબ પર રિલીઝ

10 September, 2020 01:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

નીરવ બારોટનું લોકપ્રિય થયેલું ગીત મથુરામાં વાગી મોરલી, યુટ્યૂબ પર રિલીઝ

મથુરામાં વાગી મોરલી પોસ્ટર

જાણીતા લોકગાયક નીરવ બારોટનું ટિકટૉક પર ખૂબ જ લોકપ્રિય થયેલું ગીત હવે હાજર છે યુટ્યૂબ પર. નીરવ બારોટની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

'મથુરામાં વાગી મોરલી' ગીત નીરવ બારોટે ટિકટૉક પર શૅર કર્યું હતું. આ ગીત ટિકટૉક પર એટલું બધું વાયરલ થયું હતું કે નીરવ બારોટના ચાહકોએ તેમને રિક્વેસ્ટ કરી હતી કે આ ગીત તેમની યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવે. ચાહકોની આ ડિમાન્ડ પૂરી કરવા અને જન્માષ્ટમીને ખાસ બનાવવા જાણીતા લોકગાયક નીરવ બારોટની યુટ્યૂબ ચેનલ પર રિલીઝ થઈ ગયું છે.

આ ગીત રિલીઝ કરતી વખતે ગીતના લિરિક્સ જૂના અને કેટલાક નવા એમ કૉમ્બિનેશન બનાવવામાં આવ્યું છે. નીરવ બારોટનું આ ગીત અરબન ગુજરાતી ફૉર્મેટમાં બનાવવામાં આવ્યું છે. આ ગીતમાં ખાસ તો નીરવની સાથ તેમના ખાસ મિત્ર અને જાણીતા ટિકટૉકર જેડી પરમાર આપી રહ્યા છે. ગીતના પ્રૉડ્યુસર છે હેમંત બારોટ તો ગીત ડીએન બારોટે ડિરેક્ટ કર્યું છે. આ ગીતમાટે મોરલીનો સાદ આપનાર શ્રેયસ ત્રિવેદી, રિધમ આપનાર હાર્દિક મેહતા અને દિશુ જૅઝ છે તેમજ આ ગીત રેકૉર્ડ થયુંછે રુદ્રાક્ષ રેકૉર્ડિંગ સ્ટુટિયોમાં.

આ ગીત વિશે વાત કરતા નીરવ બારોટ કહે છે કે, "આ ગીત મારા ચાહકો માટે સરપ્રાઇઝ રિટર્ન ગિફ્ટ છે જે પ્રેમ તેમણે મને આ ગીત સાંભળીને આપ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવી અને તેમની માટે આખું ગીત રિલીઝ કરવું મારું સૌભાગ્ય છે."

dhollywood news entertainment news