ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની સફળતા પર કિંજલ દવેએ કહ્યું કાંઈક આવું...

15 July, 2019 12:43 PM IST  |  અમદાવાદ

ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની સફળતા પર કિંજલ દવેએ કહ્યું કાંઈક આવું...

કિંજલ દવે(તસવીર સૌજન્યઃ કિંજલ દવે ઈન્સ્ટાગ્રામ)

કિંજલ દવે...હવે તો આ નામ કોઈથી અજાણ્યું નથી. ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓમાંથી એક છે કિંજલ. તેના ગીતો, તેની સ્ટાઈલનો અલગ જ ચાહક વર્ગ છે. Gujaratimidday.com સાથે વાત કરતા કિંજલ કહે છે કે, 'આજે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી એક અલગ લેવલ પર છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓના ફોનમાં ગુજરાતી ગીતો નહોતા. લગ્નમાં હિન્દી ગીતો વાગતા હતા. પરંતુ આજે સ્થિતિ જુદી છે. ગુજરાતી ગીતો અને આલ્બની ગુણવત્તા પણ સુધરી છે. આજે ગુજરાતી કલાકારોના દેશ-વિદેશમાં શો થયા છે. પંજાબી પછી લગભગ ગુજરાતી જ એવી સ્થાનિક ભાષા છે જેને સૌથી વધુ વ્યૂઝ મળે છે. લોકોના પ્રેમથી અમે હજુ પણ આગળ વધીશું. '

કિંજલ દવેનું ગીત થયું હિટ
કિંજલ દવેનું તાજેતરમાં જ એક ગીત પૈસા છે તો પ્રેમ છે રીલિઝ થયું છે. જેને ગણતરીના દિવસોમાં જ લાખો વ્યૂઝ મળ્યા છે. કિંજલ કહે છે કે ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ તેને પહેલા પણ મળતો રહ્યો છે અને હજી પણ મળે છે. હું ઉત્સાહિત છું કારણ કે મારા એક પછી એક તમામ ગીતો લોકોને પસંદ આવી રહ્યા છે.


ભાવિન ભાનુશાળીની ફેન છે કિંજલ
કિંજલના નવા ગીતમાં ટિકટોક સ્ટાર ભાવિન ભાનુશાળી જોવા મળી રહ્યા છે. જેના પર વાત કરતા કિંજલ કહે છે કે, 'હું ભાવિનની ફેન છું. તેના ટિકટોક વીડિયો મને ગમે છે. સાથે તે ગુજરાતી છે એટલે વધુ પ્રેમ અને લાગણી છે.' ભાવિનના સ્ક્રીન લૂક અને એક્ટિંગને જોઈને જ કિંજલને તેને આલ્બમમાં લેવાનો વિચાર આવ્યો હતો અને ભાવિને પણ તરત જ કામ કરવા માટે સહમતિ આપી દીધી હતી.

આ પણ વાંચોઃ ભાવિન ભાનુશાલીઃ'દે દે પ્યાર દે'ના આ ગુજ્જુ એક્ટરને ગમે છે આલિયા ભટ્ટ

ભાવિન ભાનુશાળી સાથે પોતાનો કામ કરવાનો અનુભવ વર્ણવતા કિંજલ કે છે કે, 'તેણે ટીવી, ફિલ્મ બધામાં કામ કર્યું છે એટલે તેના માત્ર દ્રશ્ય સમજાવવાનું જ રહે છે. એકબીજા સાથે કામ કરવાની અમને ખૂબ જ મજા આવી. તે દિલથી નાના બાળક જેવો છે.' ભાવિન ભાનુશાળી શૂટના એક દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો અને ખાઈ-પીને મજા કરી હતી. કિંજલ કહે છે કે તેને ભવિષ્યમાં પણ ભાવિન સાથે કામ કરવાની ઈચ્છા છે.

kinjal dave gujarati film