દિગ્દર્શક રેહાન ચૌધરી માટે આ ચાર છે ધુંઆધાર ફિલ્મના પિલર્સ

31 July, 2020 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દિગ્દર્શક રેહાન ચૌધરી માટે આ ચાર છે ધુંઆધાર ફિલ્મના પિલર્સ

આ પ્રોજેક્ટમાં મલ્હાર ઠાકર લીડ રોલમાં જોવા મળશે.

ડાયરેક્ટર રેહાન ચૌધરીએ આજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને તેમની આવનારી ફિલ્મ ધુંઆધારના ચાર પિલર્સ કોણ છે તેની વાત મુકી હતી. રેહાને શેર કરેલી પોસ્ટની તસવીરમાં તેમની સાથે દેખાય છે એડિટર અને ડીઓપી જૈમીન, પ્રોડક્શન ડિઝાઇનર અને આર્ટ ડિરેક્ટર ફળદુભાઇ તથા મ્યુઝિક ડાયરેક્ટર ભાર્ગવ પુરોહિત દેખાય છે. કેદાર અને ભાર્ગવ એમ બંન્ને સાથે સંગીત સર્જન કરે છે. લૉકડાઉન દરમિયાન દિગ્દર્શક બહુ વ્યસ્ત રહ્યા છે અને તેમણે ધુંઆધારના પોસ્ટ પ્રોડક્શન પર સારું એવું કામ કર્યું છે. ફિલ્મ વૈશ્વિક સ્તરે 2021માં રિલીઝ થશે. આ ફિલ્મ માર્ચના પહેલા અઠવાડિયે જ પુરી થઇ હતી પણ તેના અમુક હિસ્સાઓ ઑક્ટોબરમાં શૂટ થશે જે ફિલ્મ માટે મહત્વનાં છે. સંજોગો જોઇને સલામતીનાં પગલા લઇને આ શૂટ પુરું કરાશે.

રેહાન આ ફિલ્મની સુકાન દિગ્દર્શક જ નહીં પણ પ્રોડ્યુસર તરીકે સંભાળે છે અને તે તેમના બેનર હેઠળ જ રિલીઝ થશે. આ પ્રોજેક્ટમાં મલ્હાર ઠાકર લીડ રોલમાં જોવા મળશે.

Malhar Thakar dhollywood news entertainment news