વરસાદી માહોલમાં સાંત્વની ત્રિવેદીનું રોમેન્ટિક સોંગ 'વેરી વરસાદ' રિલીઝ

16 July, 2020 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વરસાદી માહોલમાં સાંત્વની ત્રિવેદીનું રોમેન્ટિક સોંગ 'વેરી વરસાદ' રિલીઝ

વેરી વરસાદ, વરસાદી માહોલ માટે પરફેક્ટ સોંગ

લોકપ્રિય ગુજરાતી ગાયિકા સાંત્વની ત્રિવેદીનું વરસાદી સોન્ગ "વેરી વરસાદ" યુટ્યુબ પર લોન્ચ થઈ ગયું છે. અને છેલ્લા ૨૦ કલાકમાં ૬૫ હજારથી વધુ વખત લોકોએ નિહાળ્યું છે.

સાંત્વની ત્રિવેદી વેરી વરસાદ પાછળ એક સુંદર મજાની કહાની છે. આ સોંગને રાજેશ કનમિયા દ્વારા લખવામાં આવ્યું છે. રાજેશ કનમિયા જ્યારે ગુજરાત પોલીસમાં હતા. ત્યારે તે જૂનાગઢ જિલ્લામાં પોતાની ફરજ બજાવતા હતા. અને તે વખતે તે વર્ષનો પહેલો વરસાદ પડ્યો અને ત્યારે તેમણે કવિતા લખી હતી.જેમના પર હાલમાં જ આકાશ પરમાર અને સાંત્વની ત્રિવેદીએ ભેગા થઇ ને આ સોંગ બનાવ્યું. આ પહેલા પણ સાંત્વનીના "વા વાયાને વાદલડી", "ઊંચી તલાવડી", "વહાલનો દરિયો" જેવા લોકગીતો પણ ખૂબ લોકપ્રિય બની ચુક્યા છે. અને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સાંત્વની આજના જમાનાની એક "ફોક સોન્ગ" બનાવતી લોકપ્રિય ગાયિકા છે.

આ સુંદર ગીતને નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે ભાર્ગવ પંડ્યા અને આકાશ પરમારે સંગીત આપ્યું છે. જ્યારે આ ફિલ્મમાં દેવ પટેલે ખૂબ સરસ ડી.ઓ.પી. તરીકે કામ કર્યું છે.

સાંત્વની આજે એક હોમમેડ પ્રોડક્શન બનાવી રહી છે. જે ખૂબ ઓછા બજેટમાં ખૂબ સારા સોન્ગ બનાવતી એકમાત્ર ગુજરાતી સિંગર છે. અને તેમના ગીતોને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમના ગીતો આજની નવી યુવા પેઢીને ખૂબ પસંદ પડી રહ્યા છે. તેમણે લોકડાઉન દરમિયાન ત્રણ ગીતો ખૂબ ઓછા બજેટમાં તૈયાર કર્યા. જેમનો દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આજે તે મિલિયનોમાં વ્યુઝ મેળવી રહી છે.

dhollywood news