સાંત્વની ત્રિવેદીનાં કવર સોંગ ‘વ્હાલનો દરિયો’ને મળ્યા 5 લાખથી વધુ વ્યુઝ

29 May, 2020 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સાંત્વની ત્રિવેદીનાં કવર સોંગ ‘વ્હાલનો દરિયો’ને મળ્યા 5 લાખથી વધુ વ્યુઝ

સાંત્વની ત્રિવેદી

કોરોનાની મહામારીના સમયમાં દરેક ક્ષેત્રમાં અલ્પવિરામ બાદ થોડાં પરિવર્તન થોડાં નવા નુસખાઓ સાથે દેશ પાટે ચડવા માંડ્યો છે.  મનોરંજનના ક્ષેત્રે પણ ઘણું બધું બદલાઇ રહ્યું છે અને કઇ રીતે ઘરે રહીને પ્રોડક્શન કરી શકાય તેના રસ્તાઓ કલાકારો, અભિનેતાઓ અને સંગીતકારો શોધી રહ્યા છે ત્યારે સાંત્વની ત્રિવેદીએ તેના મીઠા મધુરા અવાજમાં પ્રિય સરૈયા અને સચીન સંઘવીના શબ્દોનું કવર વર્ઝન લૉન્ચ કર્યું છે. ટેક્નિકલી તમામ સુધી ઝડપથી પહોંચી જાય એવી રીતે આ ગીત તૈયાર કરાયું છે. તે વોટ્સએપ સ્ટેટસમાં , ટીકટોક  વીડિયોમાં તથા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

આ વિષે વાત કરતાં સાંત્વનીએ જણાવ્યું કે, “આ પ્રકારનું કામ કરવાની માનસિક તૈયાર કદાચ એટલા માટે હતી કારણકે હું એવા શહેરની છું જ્યાં ઝડપથી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, મોટા સેટ કે મોટા સ્ટુડિયો ન હોય. કદાચ એટલે જ આ સર્જન કરવું સહેલું હતું. આ ગીતનો વીડિયો મારી અગાસીમાં શૂટ થયો છે, અમે કોઇપણ નિયમનો ભંગ નથી કર્યો.”

સાંત્વનીના અવાજમાં આ ગીત બહુ પૉપ્યુલર થયું છે. પહેલાં તો તે માત્ર સાઉન્ડ ટેસ્ટ વર્ઝનમાં હતું પણ તેની લોકપ્રિયતાને પગલે તેનું કવર વર્ઝન બનાવવાનું નક્કી કરાયું. પ્રિયા સરૈયા અને સચિન જીગરએ આનું ફૂલ વર્ઝન લોન્ચ કર્યું જેથી એનું કવર વર્ઝન કરવાની પ્રેરણા મળી તેમ સાંત્વનીએ જણાવ્યું હતું.

 

 

dhollywood news youtube