Exclusive: ક્યાંયથી પણ ઑડિશન આપી શકાય તેવી એપ્પ લૉન્ચ કરી પ્રતિક ગાંધીએ

25 August, 2020 03:15 PM IST  |  Mumbai | Keval Trivedi

Exclusive: ક્યાંયથી પણ ઑડિશન આપી શકાય તેવી એપ્પ લૉન્ચ કરી પ્રતિક ગાંધીએ

પ્રતિક ગાંધીની અનોખી યુનિક શરૂઆત

જેને ગુજરાતી ફિલ્મોના ચૉકલેટ બૉયનું ટાઇટલ મળી ચૂક્યું છે તેવા પ્રતિક ગાંધીની સ્ટોરી કોણ નથી જાણતું?એક સમયે કોર્પોરેટમાં કામ કરનારા પ્રતિકે લાંબા કલાકોની નોકરીની વચ્ચે ઑડિશન્સ, નાટકોનાં રિહર્સલ્સ જેવું તો કંઇક કેટલુંય મેનેજ કર્યું છે.પોતાને પડેલી તકલીફ હવે બીજા એક્ટર્સને ન પડે તે માટે પ્રતિક ગાંધીએ એક વિશેષ એપ્પ લૉન્ચ કરી છે - Castpro.live-  આ એપ્પ વિષે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે એક્સક્લુઝિવલી વાત કરી હતી.

આ એપ્પ લૉન્ચ કરવાના કારણો અંગે પ્રતિક ગાંધીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, “હું જૉબની સાથે ફિલ્મ અને થિયેટર કરતો હતો. તે મારા સ્ટ્રગલના દિવસો હતા. હું પહેલા કાંદિવલીમાં રહેતો હતો જ્યારે મારી ઑફિસ નવી મુંબઈમાં હતી. નવી મુંબઈથી પાછા ઘરે આવતા રાતના સાડા આઠ વાગી જતા હતા. આ વચ્ચેના સમયમાં જો કોઈ ઑડિશન હવે તો હું તેમાં જઈ શકતો નહોતો. સામાન્ય રીતે ઑડિશન સાડા સાતની આસપાસ પુરા થઈ જતા હોય છે. આમ ઑડિશનમાં પહોંચી ન શકતા મને કામ નહોતું મળતું. ત્યારે મને થતું કે આ સમસ્યાનો કોઈ ઉકેલ હોવો જોઈએ. એ જમાનામાં સ્માર્ટ ફોન નહોતા. ટૅકનોલૉજી સાથે જોડાયેલો મારા મિત્ર સાથે પણ હું આ બાબતે ચર્ચા કરતો હતો જે યુએસમાં કામ કરે છે કે કોઇ એક એવું પ્લેટફોર્મ હોય જેના થકી એક્ટર્સને માટે ઑડિશન આપવાનું સરળ બને તો કેવું? આ ચર્ચાનું પરિણામ છે Castpro.Live. આ એપ્પનું અત્યારે તો અમે સોફ્ટ લૉન્ચિંગ જ કર્યું છે પણ તે ઑલરેડી એન્ડ્રોઇડ અને iOSમાં અવેલેબલ છે.” કંઇક આવો દેખાશે Castpro.Liveનો યુઝર ઇન્ટરફેસ.                                                                                              

ઑડિશનની પ્રક્રિયાને એડવાન્સ અને સરળ બનાવવાના હેતુથી બનાવવામાં આવેલી આ એપમાં એક્ટર્સ પોતાનો પ્રોફાઈલ બનાવી શકે છે. બીજા ઈન્ટરફેસમાં ડાયરેક્ટર્સ પ્રોજેક્ટ,રોલ્સ બનાવી શકે તેમ જ ઑડિશનનું મટિરિયલ અપલોડ કરી શકે જેમ કે સ્ક્રિપ્ટ, પ્રેફરન્સ વીડિયો ઓડિયો બ્રીફ વગેરે. તેઓ એક્ટરને સર્ચ કરીને ઑડિશન માટે સંપર્ક કરી શકે છે. આમાં એક્ટરને નોટિફીકેશન આવે કે તેના ઑડિશનની ડિમાન્ડ છે. ઑડિશન માટેના મટિરિયલના હિસાબે તે તૈયારી કરે અને આ જ એપ્પમાં પોતાનું ઑડિશન અપલોડ કરે. જે સંબંધિત ડિરેક્ટર્સને પહોંચી જશે આમ આ આખી પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે.

પ્રતિક ગાંધીનું કહેવું છે કે, “ઑડિશન્સમાં પહોંચીએ ત્યારે ત્યાં આસપાસ ઘણાં બધા એક્ટર્સ પણ એ જ કામ માટે આવ્યા હોય.કદાચ બીજાને જોઇને એક્ટર નવર્સ થઇ જાય એમ પણ બને.જ્યારે  Castpro.Live.માં એક્ટરને મટિરીયલ મળે પછી તે પોતાનો સમય લઇને, શાંતિથી પોતાની અનુકુળતા અને પ્રેક્ટિસ કરીને પછી પોતાનું ઑડિશન અપલોડ કરી શકે છે. આમાં બહેતર પરફોર્મન્સની સ્પેસ પણ મળે છે.” આ જ એપ્પનો વિકલ્પ ડાયરેક્ટર્સ માટે પણ છે. 

પ્રતિક ગાંધીએ ઉમેર્યું કે, “એપ્પમાં અમૂક યુનિક ફંક્શન્સ પણ છે. દર વખતે ઑડિશનમાં પ્રોફાઈલ આપવામાં અગવડ પડતી હોય છે. પહેલાં લખીને મોકલવું, પછી લિન્ક મોકલવી, ફોટા મોકલવા વગેરેની મહેનત પડે છે. હવે આ એપ્પમાં એક્ટર તરીકે તમે પ્રોફાઈલ બનાવી હોવાથી ઓટોમેટિક  ડાઈનેમિક પીડીએફ પણ બની જ જાય છે. આ પીડીએફમાં જેટલી પણ લિન્ક હોય તેના ઉપર ક્લિક કરતા સંબંધિત માહિતી સામે વ્યક્તિને દેખાશે. આમ કોઈ પણ એક્ટરની ‘કુંડળી’ સરળતાથી જોઈ શકાય છે.” પ્રતિક ગાંધીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુને તમે જોઇ શકશો આ લિંક પર. આ ઇન્ટરવ્યુમાં પ્રતિક ગાંધીએ એક એક્ટરને થતી અસલામતી વિશે પણ વિસ્તાર પૂર્વક વાત કરી હતી. 

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પ્રતિક ગાંધીએ હંસલ મહેતાની વેબ સિરીઝમાં મળેલા રોલ, હર્ષદ મહેતા અને કોરોના સાથેની પોતાની લડાઇ વિશે પણ વિગતવાર વાત કરી. હિન્દી વેબસિરીઝના વિશ્વમાં લીડ રોલમાં દેખાનાર પ્રતિક ગાંધી પહેલા ગુજરાતી એક્ટર છે. આ સિરીઝ સોની લિવ પર સ્ટ્રીમ થશે.

Pratik Gandhi dhollywood news entertainment news web series