'એકવીસમું ટિફિન ફિલ્મમાં મ્યુઝીક આપવું મારા માટે અઘરું : મેહુલ સુરતી

24 August, 2020 03:12 PM IST  |  Mumbai | Keval Trivedi

'એકવીસમું ટિફિન ફિલ્મમાં મ્યુઝીક આપવું મારા માટે અઘરું : મેહુલ સુરતી

મેહુલ સુરતી અને વિજયગીરી બાવા - તસવીર ઇન્સ્ટાગ્રામ

રામ મોરીની એવોર્ડ વિજેતા વાર્તા પરથી બનનારી ગુજરાતી ફિલ્મ ‘એકવીસમું ટિફિન’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવા અને ફિલ્મમાં મ્યુઝીક આપનાર મ્યુઝીક ડાયરેક્ટર મેહુલ સુરતીએ આ કોલાબરેશનનાં  પોતાના અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કર્યા છે.

મ્યુઝીક ડાયરેક્ટર મેહુલ સુરતીએગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, આ મ્યુઝીક ડ્રીવન ફિલ્મ નહીં પણ ઈમોશન ડ્રીવન ફિલ્મ છે. આ ફિલ્મ મારા માટે અઘરી છે. કોઈ પણ જગ્યાએ તમે મ્યુઝીક ઈન-આઉટમાં ભૂલ થઈ તો તે આખા સીનને મારી નાખશે. સામાન્ય રીતે ફિલ્મોમાં ઘણા એવા પાસાંઓ હોય છે જે તમારુ કામ સરળ કરી દેતા હોય છે. પરંતુ ત્રણ પેઢીનું કનેક્શન ધરાવતીઆ ફિલ્મમાં સીનનાં એક્ટ ઉપર મ્યુઝીક નથી આપવાનો પણ તે સીનની પાછળ શું મતલબ છે, તે શું કહેવા માગે છે તે હિસાબે મ્યુઝીક આપવાનું છે.

પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વિજયગીરી બાવાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતા કહ્યું કે, ‘COVID-19 મહામારી વચ્ચે અમે સરકારની ગાઈડલાઈન્સનું ફરજિયાત પાલન કરીને શૂટીંગ કરીશું. ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે કામ કરવુ અઘરું છે પણ એ કર્યા વિના છૂટકો પણ નથી. કલાકારો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ફ્લોરને ફ્રીકવન્ટલી સેનિટાઈઝ કરવા માટે અમે કોવિડ સુપરવાઈઝર રાખવાના છીએ. તેમ જ દરેકના તાપમાન પણ ચેક કરવામાં આવશે.કદાય બધાનો કોવિડ ટેસ્ટ પણ થઈ શકે છે. એ વાત સાચી કે પહેલા જેટલુ ફ્રીલી કામ થઈ શકતું હતું તેવી રીતે હવે નહીં થઈ શકે. પણ કામ તો થઈ જ શકે!’

તેમણે મ્યુઝીક ડાયરેક્ટર મેહુલ સુરતી બાબતે કહ્યું કે, ‘મેહુલ સુરતી સાથે મારી બીજી ફિચર ફિલ્મ છે. મેહુલભાઈ સાથે ટ્યુનિંગ પહેલાથી જ સેટ થયેલું છે.જે પ્રકારનો વિષય કે વાર્તા હોય તે પ્રમાણે બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ગીતો તૈયાર થતા હોય છે. આ ફિલ્મ બાબતે વાતચિત ચાલુ થઈ છે,કયા સીનમાં કેવો મૂડ છે,એ પ્રમાણે કેવો બેકગ્રાઉન્ડ મ્યુઝીક જોઈશે વગેરે.તેમની સાથે સાઉન્ડ ડિઝાઈનર યશ દરજી છે જેમણે બૉલીવુડની ઘણી ફિલ્મો કરી છે.’

dhollywood news entertainment news Raam Mori