જ્યારે અભિનેત્રી ખુશી શાહને તેના ફેન તરફથી મળી લાગણીશીલ ભેટ

20 July, 2020 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે અભિનેત્રી ખુશી શાહને તેના ફેન તરફથી મળી લાગણીશીલ ભેટ

ખુશી શાહને જ્યારે ફેને આપી ભેટ

 

અભિનેત્રી ખુશી શાહે લૉકડાઉન દરમિયાન ઘણી રસપ્રદ પોસ્ટ પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરી છે. તે તેના આગમી પ્રોજેક્ટ્સનાં કામમાં પણ વ્યસ્ત રહી છે અને થોડા સમયમાં તે શૂટમાં પણ બિઝી થઇ જશે. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં તેને મળવા આવેલા એક ફેન સાથેની વાત જણાવી છે. ખુશી શાહને મળવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલો આ ફેન કિશન જ્યારે તેને મળ્યો ત્યારે તેણે ખુશીને એક ભેટ તો આપી જ પણ સાથે એક પત્ર પણ આપ્યો. આ પત્રમાં ખુશી કેટલો ‘બ્યુટીફુલ સોલ’ છે તેવી વાત કરાઇ છે, પત્રમાં ખુશીને સંબોધીને એક કવિતા પણ ટાંકવામાં આવી છે. પોતાના ફેન કિશનને મળીને તે ખુબ જ ખુશ થઇ હતી અને એક દિલદાર વ્યક્તિની માફક તેણે કહ્યું હતું કે ખરેખર તો તેણે કિશનને ભેટ આપવી જોઇએ. કિશને ખુશીને ફ્લાવર્સ અને ફોલોઅર્સ એમ શબ્દોનો ઉપયોગ કરીને પોતાની ચાહના વ્યક્ત કરી છે. કિશન, ખુશી શાહનું ફેનપેજ પણ મેનેજ કરે છે. આ જેશ્ચરથી ખુશીને બહુ જ આનંદ થયો છે અને તેણે આ વાત અંગે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

dhollywood news