ઢોલિવુડ સેલેબ્ઝે વર્દીવાળી વીરાંગનાઓને કહ્યું #DilSeThankyou

19 April, 2020 04:25 PM IST  |  Gujarat | Rachana Joshi

ઢોલિવુડ સેલેબ્ઝે વર્દીવાળી વીરાંગનાઓને કહ્યું #DilSeThankyou

ઢોલીવુડે અમદાવાદ મહિલા પોલીસોને કહ્યું #DilSeThankyou

કોરોના વાયરસ (COVID-19)એ આખા વિશ્વમાં કહેર ફેલાવ્યો છે. કોઈપણ દેશ તેની ચપેટમાંથી બાકાત નથી રહ્યો. ભારતમાં વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રશાસન દિવસ-રાત એક કરી રહ્યું છે. તેમજ પ્રશાસનનો સાથ આપી રહ્યાં છે પોલીસ. પોલીસ પોતાના જીવની કે પછી પરિવારની ચિંતા કાર્ય વગર દેશની સુરક્ષા માટે ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે ખરેખર તેમને થેન્ક્યુ કહેવાનું મન થાય. ફરજ નિભાવતા પોલીસકર્મીઓને દિલથી થેન્ક્યુ કહેવામાં ઢોલિવુડના સેલિબ્રિટિઝ પણ પાછળ નથી રહ્યાં.

ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાની મદદથી ઢોલિવુડે 'વીરાંગના વર્દી વાળી રે' નામનું ગીત બનાવ્યું છે. જેમાં મલ્હાર ઠાકર, કિર્તિદાન ગઢવી, અતુલ પુરોહિત, જીગરદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, RJ દેવકી, ધ્વનિત, સહિતના સેલેબ્ઝે ગુજરાત મહિલા પોલીસનો આભાર માન્યો છે અને તેમને #DilSeThankyou કહ્યું છે. ગીતના બોલ યોગેશ ગઢવીના છે અને ગીત ગાયું છે આદિત્ય ગઢવીએ.

#DilSeThankyou દ્વારા કોરોનાના લડવૈયાઓનો આભાર માનવાની ઝુંબેશની શરૂઆત બોલીવુડમાં અક્ષયકુમારે કરી હતી.

આ પણ વાંચો: Coronavirus Outbreak: ઢોલિવુડ સ્ટાર્સે 'પરિપત્ર અભિયાન' દ્વારા કરી શાંતિ અપીલ

ઢોલીવુડે પણ જુદી જુદી રીતે કોરોના ફાઈટર્સનો આભાર માનવાની શરૂઆત કરી છે. જે બાબતે તેઓ સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરીને સતત તેમના ફેન્સમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે.

coronavirus covid19 dhollywood news Malhar Thakar Kirtidan Gadhvi Jigardan Gadhavi aditya gadhvi kinjal dave