'ઘૂંઆધાર'ની કૉર ટીમ સાથે 72 દિવસ બાદ મુલાકાત કરી દિગ્દર્શક રેહાન ચૌધરીએ

27 May, 2020 06:21 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

'ઘૂંઆધાર'ની કૉર ટીમ સાથે 72 દિવસ બાદ મુલાકાત કરી દિગ્દર્શક રેહાન ચૌધરીએ

ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનની ચર્ચા માટે ઉપસ્થિત રહેલી કૉર ટીમની દિગ્દર્શક રેહાન ચૌધરીએ લીધેલી તસવીર

લૉકડાઉનની જાહેરાત થઈ તે પહેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને વિતેલા જમાનાના અભિનેતા હિતેન કુમારને મુખ્ય ભુમિકામાં ચમકાવતી રેહાન ચૌધરી દિગ્દર્શિત ફિલ્મ 'ધૂંઆધાર'નું શૂટિંગ પુર્ણ થયું હતું. ત્યારથી જ ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ લૉકડાઉનને લીધે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ અટકી ગયું હતું. પણ ફિલ્મનું કામ ફરી શરૂ કરવા માટે કૉર ટીમ ફરી ભેગી થઈ છે. સાવચેતી અને સોશ્યલ ડિસ્ટન્સિંગના પગલાને ધ્યાનમાં રાખીને 72 દિવસ બાદ ફિલ્મની કૉર ટીમે મિટિંગ કરી હતી.

'ધૂંઆધાર' ફિલ્મના ડાયરેક્ટર રેહાન ચૌધરી લૉકડાઉનને લીધે પોતાના પરિવારથી દુર અમદાવાદમાં એકલા રહે છે. ફિલ્મનું શૂટિંગ ભલે પુરુ થઈ ગયું હોય પરંતુ પોસ્ટ પ્રોડક્શનનું કામ હજી બાકી છે. આ કામ આગળ કઈ રીતે વધારવું તે બાબતે ચર્ચા કરવા માટે ડાયરેક્ટર રેહાન ચૌધારી, પ્રોડયુસર રાજેશ ઠક્કર, એડિટર એન્ડ ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી જયમિન મોદી, અસોસિએટ ડાયરેક્ટર દર્શન કાડિયા અને અસિસટન્ટ કૅમેરામેન હેત પટેલે એક મિટિંગ કરી હતી. ટીમના સભ્યો 72 દિવસ બાદ એકબીજાને મળ્યા હતા. તેમજ તેમણે સલામતીના બધા જ ધોરણોનું પાલન કર્યું હતું અને પાંચથી વધુ લોકો ભેગા નહોતા થયા.

રેહાન ચૌધરી દિગ્દર્શિત આ ફિલ્મ એક બૉક્સરના જીવન પર આધારિત છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં તદ્દન નવા અવતારમાં જોવા મળશે. તે એક બોક્સરની ભુમિકા ભજવી રહ્યો છે. આ એક થ્રિલર ફિલ્મ છે. મલ્હાર અને હિતેન કુમારની સાથે આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં નેત્રી ત્રિવેદી, અલિશા પ્રજાપતિ અને ડીમ્પલ બિસ્કીટવાલા પણ જોવા મળશે. તેમજ આશિષ કક્કડ, રાજેશ ઠકકર, દીપ ધોળકિયા અને જીતેન્દ્ર ઠકકર પણ ફિલ્મમાં જોવા મળશે.

lockdown dhollywood news entertainment news upcoming movie gujarati film Malhar Thakar