ગુજરાતી ફિલ્મોના ચૉકલેટ બૉય પ્રતિક ગાંધીએ કરાવ્યો કોરોના ટેસ્ટ

14 July, 2020 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી ફિલ્મોના ચૉકલેટ બૉય પ્રતિક ગાંધીએ કરાવ્યો કોરોના ટેસ્ટ

પ્રતિક ગાંધી અને તેણે પોસ્ટ કરેલી સ્ટોરી

કોરોના વાયરસ (COVID-19)એ હવે ઢોલિવુડમાં પણ પગપેસારો કરી લીધો હોય તેવું લાગે છે. ઢોલિવુડના ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી (Pratik Gandhi)એ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. અભિનેતાને છેલ્લા કેટલાક દિવસોથી તબિયત સારી ન લાગતી હોવાથી કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. ફક્ત પ્રતિક ગાંધીએ જ નહીં પણ તેમના ભાઈએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાની અભિનેતાએ જાણ કરી હતી.

પ્રતિક ગાંધીએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે, છેલ્લા 120 દિવસ કરતા પણ વધુ સમયથી સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવા છતા મને અને મારા ભાઈને સહન ન કરી શકાય તેવું માથું દુ:ખે છે. તેમજ તાવ આવે છે અને શરીરમાં નબળાઈ પણ લાગે છે. એટલે અમે આવતીકાલે કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. અત્યારે પરિસ્થિતિ બહુ જ ભયાનક છે, તેની ગંભીરતાને સમજો. પ્લિઝ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો.

અભિનેતા પ્રતિક ગાંધીએ ગઈ કાલે એટલે કે સોમવારે મોડી સાંજે ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કોરોના ટેસ્ટ કરાવવાનો છે એમ પોસ્ટ કર્યું હતું. આજે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. પરંતુ હજી સુધી ટેસ્ટનો રિપોર્ટ નથી અવાયો. ફૅન્સ પ્રાર્થના કરી રહ્યાં છે કે, પ્રતિક ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે અને તેનું સ્વાસ્થ્ય સારું હોય.

coronavirus covid19 entertainment news dhollywood news gujarati film Pratik Gandhi