ધર્મેન્દ્ર ચલાવી રહ્યા છે રાજકોટના ફૅને ગિફ્ટમાં આપેલું ટ્રૅક્ટર

30 April, 2024 05:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહે છે કે ખેતીવાડીમાં સુકૂન મળે છે મને

ધર્મેન્દ્રની તસવીર

ધર્મેન્દ્રને ખેતીવાડી કરવી ખૂબ ગમે છે. તેઓ પશુઓ પ્રત્યે પણ કરુણા દેખાડે છે. જ્યારે પણ સમય મળે છે તો તેઓ પોતાના લોનાવલાના ફાર્મહાઉસમાં પહોંચી જાય છે. ત્યાં એક તળાવ પણ છે. એમાં પશુઓ આવીને પાણી પીએ છે. ૮૮ વર્ષની ઉંમરમાં તેઓ આજે ફિલ્મોમાં પણ કામ કરે છે. હવે તેમને કોઈ ફૅને ટ્રૅક્ટર ગિફ્ટ કર્યું છે. ટ્રૅક્ટર પર બેઠેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી, ‘ફ્રેન્ડ્સ તમારા સૌની શુભેચ્છા અને ભગવાનના આશીર્વાદથી હું મારી ખેતીવાડીમાં બિઝી થઈ ગયો છું. તમને સૌને પ્રેમ. આ ક્યુટ ટ્રૅક્ટર મને રાજકોટના મારા એક ફૅન અને ફ્રેન્ડે ગિફ્ટ કર્યું છે. આ વર્ષે તમે મને ‘ઇક્કીસ’ ફિલ્મમાં જોશો. આ ફિલ્મને શ્રીરામ રાઘવન બનાવશે.’

ધર્મેન્દ્રને શેનો વસવસો છે?


ધર્મેન્દ્ર હાલમાં જ માતા-પિતાને યાદ કરીને ઇમોશનલ થયા હતા.ધર્મેન્દ્રએ તેમના પિતા કેવલ કિશન સિંહ સાથેનો જૂનો ફોટો શૅર કર્યો હતો અને વસવસો વ્યક્ત કર્યો હતો કે ‘કાશ! માં-બાપ કો ઔર વક્ત દિયા હોતા.’

entertainment news bollywood buzz bollywood news dharmendra bollywood