ગુજરાતી સેલેબ્ઝ વિડિયો કૉલ પર શું વાતો કરે છે, ખબર છે?

16 April, 2020 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી સેલેબ્ઝ વિડિયો કૉલ પર શું વાતો કરે છે, ખબર છે?

ગુજરાતી સેલેબ્ઝ વિડિયો કોલ દરમ્યાન

કોરોના વાયરસ (COVID-19)ને કારણે દેશવ્યપી લૉકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. લૉકડાઉનને લીધે શુટિંગ પણ બંધ છે. એટલે બધા જ સેલિબ્રિટિઓ ઘરમાં જ રહીને નિતનવી એક્ટિવિટિઝ કરતા હોય છે અને સોશઆયલ મિડિયા પર પોસ્ટ કરીને ફૅન્સને અપડેટ પણ આપતા હોય છે.

બહાર આવવા જવાનું બંધ હોવાથી કોઈ કોઈને મળી શકતું નથી. ત્યારે વિડિયો કોલિંગ એ એક એવું મહત્વનું માધ્યમ છે. વિડિયો કોલ દ્વારા એવું ફીલ થાય છે કે જાણે એકબીજા સાથે કનેક્ટેડ હોઈએ. ગુજરાતી સેલિબ્રિટીઓ મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, પ્રતિક ગાંધી, આરજવ ત્રિવેદી, યશ સોની, મયુર ચૌહાણ, રૌનક કામદાર, જાનકી બોડીવાલા, નેત્રી ત્રિવેદી, ખુશી શાહ, દિક્ષા જોષી, શ્રધ્ધા ડાંગર પણ આ લૉકડાઉનના સમયમાં વિડિયો કોલિંગ દ્વારા જ કનેક્ટેડ હોય છે. વિડિયો કોલ પર આ સેલેબ્ઝ શું વાત કરે છે અને રોજ એકબીજા સાથે વિડિયો કોલ પર વાત કરીને પરિસ્થિતિ કેવી છે તેનો એક વિડિયો સોશ્યલ મિડિયા પર પોસ્ટ કર્યો છે. જે જોઈનએ ખરેખર ખડખડાટ હસી પડાય.

વિડિયો કોલિંગમાં ક્યારે કોની પરિસ્થિતિ કેવી હોય છે અને કોના મગજમાં શું ચાલતું હોય છે તેનો આ રમુજી વિડિયો 'છેલ્લો દિવસ' ફેમ મિત્ર ગઢવીએ બનાવ્યો છે. ફેન્સને આ વિડિયો બહુ જ પસંદ આવ્યો છે.

coronavirus covid19 entertainment news gujarati film Malhar Thakar Mitra Gadhvi yash soni Pratik Gandhi Deeksha Joshi Mayur Chauhan