ચાલ જીવી લઈએ ખુલ્લા દિલથી જીવવાની વાત

31 January, 2019 09:15 AM IST  | 

ચાલ જીવી લઈએ ખુલ્લા દિલથી જીવવાની વાત

ડાબેથી યશ સોની, રશ્મિન મજીઠિયા (નિર્માતા), આરોહી, વિપુલ મહેતા (દિગ્દર્શક) અને સિદ્ધાર્થ રાંદરિયા.

આ ફિલ્મ તમને તમારા રોજિંદા જીવનની ઘરેડમાંથી બહાર લઈ જઈને અદ્ભુત લોકેશન્સ અને સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી જેવા લોકપ્રિય કલાકારો સાથે ૧૦૦ ટકા મનોરંજનની ખાતરી આપે છે.

‘ચાલ જીવી લઈએ’ ફિલ્મના પ્રોડ્યુસર શ્રી રશ્મિન મજીઠિયાએ આ પ્રસંગે જણાવ્યું કે કોકોનટ મોશન પિક્ચર્સ દર વર્ષે એક નવી ભાત ઊપસાવતી ફિલ્મ પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે. હાલમાં જ એમાંની એક ફિલ્મ ઑસ્કર અવૉર્ડ્સમાં પણ પસંદગી પામી હતી. ‘ચાલ જીવી લઈએ’ પણ આવી જ એક સુંદર, સૌનાં હૃદયને સ્પર્શતી ‘ટ્રાવેલ-ફિલ્મ’ છે.

ફિલ્મના કલાકારો અને યુનિટના સભ્યો ફિલ્મના શૂટિંગ દરમ્યાન થયેલા કેટલાય યાદગાર અનુભવો અને પ્રસંગોને યાદ કરતાં થાકતા નથી. ‘ખુલ્લી જીપમાં રમણીય લોકેશન્સમાં સફર કરવી એ એક અદ્ભુત અનુભવ હતો. એવી જ એક સફર દરમ્યાન એક સ્થાનિક શાળાનાં બાળકો સામે મળ્યાં અને સૌએ ãસ્ક્રપ્ટમાં નહોતો એવો શૉટ આ બાળકો સાથે લેવાનું નક્કી કર્યું. યુનિટના સભ્યોના ગૉગલ્સ ઉઘરાવ્યા, બધાં બાળકોને પહેરાવ્યાં અને આમ એક અણધાર્યો પણ પર્ફેક્ટ શૉટ ફિલ્મ માટે મળી ગયો. આરોહી અને સિદ્ધાર્થભાઈએ બાળકોને ચૉકલેટ્સ આપી અને આનંદમાં ભાગીદાર થવા તેમની સાથે થોડું નાચી પણ લીધું.’

આરોહીને મોટા પડદા પર ફરી એક વાર છવાતી જોવા તેના પ્રશંસકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેમને માટે તો આ એક ઉત્સવથી ઓછો અવસર નથી. યશ સોની - આ ફિલ્મમાં પોતાના સૉલિડ અભિનય સાથે એક ખૂબ જ અગત્યના પાત્રરૂપે મોટા પડદે જોવા મળશે.

પાછલાં વર્ષોમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને ગુજરાતના પ્રેક્ષકોના હૃદયમાં વસી ગયેલા સિદ્ધાર્થ રાંદેરિયા પણ એક નવી ભૂમિકામાં જોવા મળશે. તેમના કહેવા મુજબ, ‘આ ફિલ્મમાં જે રોલ ભજવ્યો એ એટલો તો હૃદયસ્પર્શી રહ્યો કે સાચી લાઇફમાં પણ આવું જ જીવન જીવવાનું મન થયું છે. યશ અને આરોહી જેવા બળુકા સહકલાકારો સાથે કામ કરવાની કંઈ જુદી જ મજા પડી.’

આ વખતે પણ ‘પ્રોડ્યુસર્સ કોકોનટ મોશન પિક્ચર્સ - દિગ્દર્શક વિપુલ મહેતા અને સંગીતકારો સચિન-જિગર’ એવો સફળતાનો અનોખો ત્રિવેણીસંગમ ફિલ્મશોખીનોને વધુ એક યાદગાર ફિલ્મ આપશે એવું લાગે છે.