સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદિત્ય ગઢવીએ રિલીઝ કર્યું નવું ગીત, જુઓ અહીં

16 August, 2020 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદિત્ય ગઢવીએ રિલીઝ કર્યું નવું ગીત, જુઓ અહીં

રક્ત ટપકતીનું પોસ્ટર

આદિત્ય ગઢવીએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલી કવિતા 'કોઇનો લાડકવાયો'ને સ્વર આપ્યો છે. આ ગીત આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. આ ગીત શૅર કરતી વખતે આદિત્ય ગઢવીએ કૅપ્શન આપ્યું છે કે, "દુશ્મનોને એમના કાળ સમાન લાગતા એવા ભારતના સૈનિકો, કે જે મૌતને ભેટવા રણમૈદાનમા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ઉતરી જાય છે એવા Real Heroesને વંદન કરવા અને શહીદી વ્હોરી લેવાવાળા વીરોના પરિવારને શત્ શત્ નમન કરવા માટે આ વિડીયો અમે બનાવ્યો છે. હવે આ મ્યુઝિક વિડીયો તમારો! વંદે માતરમ્!"

આ ગીત વિશે વધુ માહિતી આપતાં આદિત્ય ગઢવીએ લખ્યું છે કે, "વિક્રમ બત્રા પોતાની ટીમમા "શેર શાહ" તરીકે ઓળખાતા હતા. એ કહે છે કે જ્યારે કાર્ગિલના Point 4875 ઉપર અમે પહોંચ્યા ત્યારે સરખી રેડીયો ફ્રીક્વંન્સી પર પાકિસ્તાની સેનાના કોઇ કમાંડરે કહ્યુ કે, "શેર શાહ આવી ગયો? પણ આગળ આવવાની હિમ્મત ન કરતો, નેતર ભારે પડસે!". આ વાત સાંભળતા જ વિક્રમ બત્રા અને એમની ટીમથી રે'વાયુ નઇ. ટીમ સાથે ટુટી પડ્યા અને પાકિસ્તાનની સેનાને પાછુ ખસવું પડ્યું. "દુર્ગા માતા કી જય" કહીને પાંચ દુશ્મનોને ઢાળી દેવાવાળો વિક્રમ બત્રા છેલ્લે સુધી કહેતો હતો કે, "Yeh Dil Maange More". અમે વિડીયોમા પણ દેખાડ્યુ છે કે તિરંગામા વિટેલ શહીદોના દેહ ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે પણ સેનાનો જુસ્સો સે'જ પણ ઓછો થતો નથી. મરતો સૈનિક પણ એ જ ઇચ્છે કે તિરંગો લહેરાવો જોઇએ."

સરહદ પરથી પોતાના પતિ, પુત્ર, ભાઈના શહીદીના સમાચાર જયારે એક સ્ત્રી સાંભળે ત્યારે દુઃખ અને ગૌરવની લાગણી અંદરથી એને જ્યારે કોરી ખાય અને ત્યારે જે ભાવના કોઇના લાડકવાયાની પત્ની, પ્રેયસી, બહેન અને માતા જે લાગણીઓ અનુભવે છે તેને શબ્દદેહ આપવાનો પ્રયત્ન આદિત્ય ગઢવી એ કર્યો છે અને તેમનું આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું છે.

આ ગીતનું મ્યૂઝિક પ્રૉગ્રામિંગ અને અરેન્જમેન્ટ રચિંતન ત્રિવેદીએ કર્યું છે, તો યશ પાઠકે એડિશનલ રિધમ પ્રૉગ્રામિંગ કર્યું છે ત્યારે સપાખરું લખ્યું છે શ્રી ગીગા બારોટે અને આ ગીતના કવિ છે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. આ ગીતના કોરસમાં હેમાંગ, અજય અને સુકૃત તેમજ સુગંધએ કામ કર્યં છે. મિક્સિંગ અને માસ્ટરિંગ જેરી સિલ્વસ્ટર વિન્સેન્ટ વોકલ્સ રેકૉર્ડિંગ એસ એ સ્ટૂડિયો ચેન્નઈમાં કરવામાં આવ્યું છે. અને સાથે જ એડિશનલ ટ્રેક એડિટિંગ મેહુલ ત્રિવેદી અને સાઇલેન્સ મ્યૂઝિક લેબએ કર્યું છે.

aditya gadhvi dhollywood news entertainment news