'શું થયું' માટે મલ્હાર ઠાકરને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ,આ રહ્યું લિસ્ટ

11 June, 2019 08:20 PM IST  |  લોસ એન્જલસ

'શું થયું' માટે મલ્હાર ઠાકરને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ,આ રહ્યું લિસ્ટ

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. એક તરફ મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સત્તાવાર રીતે અનાઉન્સ થઈ છે, બીજી તરફ મલ્હારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરને ફિલ્મ 'શું થયું' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ શું થયું એ ચાર મિત્રોની વાત હતી, જેમાં મલ્હાર ઠાકરની સાથે છેલ્લો દિવસના સ્ટાર યશ સોની, આર્જવ ત્રિવેદી અને મિત્ર ગઢવી હતા. તો ફિલ્મમાં કિંજલ રાજપ્રિયા પણ લીડ રોલમાં હતી. આ કોમેડી ફિલ્મ માટે મલ્હાર ઠાકરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આ ઉપરાંત બેસ્ટ એક્ટ્રેસ તરીકે નીલમ પટેલને એવોર્ડ મળ્યો છે. નીલમ પટેલને 'બજાબા' નામની ગુજરાતી ફિલ્મ માટે આ એવોર્ડ મળ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર હવે બનશે 'સારાભાઈ' !

ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો તબક્કો અમેરિકાના લોસ એન્જલસમાં પૂરો થઈ ચૂક્યો છે. જ્યાં ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ હાજરી આપી હતી. આ ફેસ્ટિવલ દરમિયાન જ એવોર્ડ અનાઉન્સ થયા. જેમાં બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ફિલ્મ 'હવે થશે બાપ રે' માટે નિરવ બારોટને, બેસ્ટ સ્ટોરી માટે બેક બેન્ચરના રાઈટર્સને, બેસ્ટ ડાઈલોગ્સ માટે શું થયું ડાયલોગ્સ લખનાર ક્રિષ્નદેવ યાજ્ઞિકને એવોર્ડ મળ્યો છે. તો બજાબાને બેસ્ટ એક્ટ્રેસની સાથે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો પણ એવોર્ડ મળ્યો છે. ફિલ્મમાં રવજી સોંદર્વાની સિનેમેટોગ્રાફી હતી.

તો પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ શોર્ટ સર્કિટના એડિટર પ્રભાહરને બેસ્ટ એડિટરનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલમાં સ્મિત પંડ્યા અને ઓમ ભટ્ટને અનુક્રમે ફેમિલી સર્કસ તેમ જ બેક બેન્ચર ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ માટે ફિલ્મ સાહેબમાં વિલનનો રોલ કરનાર અર્ચન ત્રિવેદીની પસંદગી થઈ છે. બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલમાં IMA ગુજ્જુ માટે રોહિત રોયને એવોર્ડ અપાયો છે. તો પાર્થ ભરત ઠક્કરને વેન્ટિલેટર માટે બેસ્ટ મ્યુઝિશિયનનો એવોર્ડ મળ્યો છે.

આ પણ વાંચોઃ મલ્હાર ઠાકરની ટી શર્ટ સ્ટાઈલ કરો ફોલો, લાગશો સુપર કૂલ 

બેસ્ટ એક્ટર ક્રિટિક્સની કેટેગરીમાં જાણીતા ગુજરાતી એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાને ફિલ્મ 'નટસમ્રાટ' માટે, મોસ્ટ પોપ્યુલર ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ 'શું થયું' અને બેસ્ટ ડિરેક્ટર તરીકે 'પાત્ર'ના ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને એવોર્ડ મળ્યો છે. શેમારુ એન્ટરટેઈનર ઓફ ધી યરનો એવોર્ડ 'શરતો લાગુ' ફિલ્મને મળ્યો છે. તો અભિનેત્રી મોનલ ગજ્રને વાડીલાલ આઈકોન ઓફ ધી યરના એવોર્ડથી સન્માનવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર હવે બનશે 'સારાભાઈ' !

આ ઉપરાંત શોર્ટ ફિલ્મ કેટેગરીમાં 'ધ સાઈકલ - ચક્ર', ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં માનસી કચ્છ, અને ગાંધી વિચાર પરની શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ 'ગાંધી હત્યા'ને એવોર્ડ મળ્યો છે.

Malhar Thakar gujarati film