Machchhu:ટીઝર જોઈને મહેસૂસ થશે દર્દ, અહીં જુઓ ફિલ્મનું ટીઝર

05 July, 2019 01:21 PM IST  |  અમદાવાદ

Machchhu:ટીઝર જોઈને મહેસૂસ થશે દર્દ, અહીં જુઓ ફિલ્મનું ટીઝર

અપકમિંગ ગુજરાતી ફિલ્મ Machchhu Act of Godનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. લાંબા સમયથી જેની ચર્ચા હતી તે ફિલ્મનું ટીઝર રિલીઝ થવાની સાથે જ ચર્ચા જગાવી રહ્યું છે. ફિલ્મનું ટીઝર એટલું દમદાર છે કે ફિલ્મ જોવાની ઉત્સુક્તા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ મચ્છુની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ અંગે ખૂબ ચર્ચાઓ થઈ છે.

શૈલેષ લેઉઆએ ડિરેક્ટ કરેલી મચ્છુનું ટીઝર ખૂબ જ ઈમ્પેક્ટ ફૂલ છે. ટીઝરની શરૂઆત ગૌરાંગ આનંદના ડેમ પરના સીનથી થાય છે. બાદમાં ટીઝરમાં મોરબીની જાહોજલાલી દર્શાવાઈ છે. સાથે જ મચ્છુનો ખાલી પટ પણ દર્શાવાયો છે. બાદમાં ટીઝરમાં વરસાદની સ્થિતિ અને ડેમની સપાટી વધતી દેખાઈ રહી છે. અને ડેમ તૂટૂયા બાદ આવતી તારાજી પણ ટીઝરમાં દર્શાવાઈ છે. એક સીનમાં મયુર ચૌહાણ પણ દેખાઈ રહ્યા છે.

અહીં જુઓ ફિલ્મનું ટીઝર

ફિલ્મનું ટીઝર ખૂબ જ ઈમ્પેક્ટ ફૂલ લાગી રહ્યું છે. ખાસ કરીને ફિલ્મના દ્રશ્યો ડેમ તૂટ્યા બાદની તારાજી ખરેખરું દર્દ અનુભવ કરાવી રહી છે. કહી શકાય કે મચ્છુ ફિલ્મ ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમં વધુ એક માઈલ સ્ટોન બનવા જઈ રહી છે. ફિલ્મ જોયા બાદ દર્શકો પણ કંઈક આવી જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ અભિનય બેન્કરઃએક્ટર, ડિરેક્ટર, લેખક અને RJ છે પણ છે આ એક્ટિંગ ગુરુ

'મચ્છુ' ફિલ્મને જતીન પટેલનું જેએમડીવીસી પ્રોડક્શન પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, જયેશ મોરે, અનંગ દેસાઈ અને શ્રદ્ધા ડાંગર જેવા સ્ટાર્સ દેખાશે છે. ફિલ્મના પ્રોડ્યુસર જતીન પટેલના કહેવા મુજબ ફિલ્મ એક સાથે 11 ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મ 2019ના એન્ડમાં રિલીઝ થઈ શકે છે.

gujarati film Mayur Chauhan entertaintment