ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ ૨૫ ડિસેમ્બરે યોજાશે અમદાવાદમાં

10 December, 2019 10:11 AM IST  |  Ahmedabad

ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ ૨૫ ડિસેમ્બરે યોજાશે અમદાવાદમાં

હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા

મોરિશ ફૂડ કોર્ટના સહયોગથી Nestle MunchNuts GIFA ૨૦૧૯ના નૉમિનેશનની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે પચીસમી ડિસેમ્બરે ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ એટલે કે જિફા ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓને સન્માનિત કરવાનો છે. હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા આયોજિત જાજરમાન Nestle MunchNuts GIFA ૨૦૧૯નો આ અવૉર્ડ સમારંભ ભારતનો ગુજરાતી ફિલ્મોનો સૌથી ભવ્ય સમારંભ બની ગયો છે. છેલ્લાં ત્રણ વર્ષથી સફળ થનાર અને ગુજરાતી તરીકે ગર્વ અપાવનાર આ કાર્યક્રમ આવતા વર્ષે વિશ્વ ફલક પર પણ પોતાની ઓળખ જમાવવા જવાનો છે. આ જ હેતુસર આગામી વર્ષે આ ભવ્યાતિભવ્ય ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ કૅનેડાના ટૉરોન્ટોથી શરૂ થવા જઈ રહ્યો છે. આગામી પચીસમી ડિસેમ્બરે નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મોના ઝળહળતા સિતારાઓ જમીન પર ઊતરશે. આ કાર્યક્રમમાં ૨૦૧૮-૧૯માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોને અવૉર્ડ આપીને એમનું ગૌરવ વધારવામાં આવશે. જ્યુરી મેમ્બર્સે લગભગ ૩૬ જેટલી ફિલ્મો જોઈને એને અલગ-અલગ કૅટેગરીમાં નૉમિનેટ કરી છે. ૨૦૧૮-૧૯માં ૪૮ ફિલ્મો રિલીઝ થઈ હતી. આ જ્યુરી મેમ્બર્સે દરરોજની ત્રણથી ચાર ફિલ્મો જોઈ હતી. કઈ ફિલ્મોને કઇ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે એની જાહેરાત ગઈ કાલે મોરિશ ફૂડ કોર્ટ ખાતે કરવામાં આવી હતી. ચોવીસ અલગ-અલગ કૅટેગરીમાં ફિલ્મોને અવૉર્ડ મળવાના છે. છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સના સફળ આયોજન માટે હેતલ ઠક્કર અને ‘ભાઈ ભાઈ’ અરવિંદ વેગડાએ ઘણી મહેનત કરી છે એ તો દેખીતી બાબત છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવામાં આવે એવી તેમની યોજના છે.

dhollywood news gujarati film