આજે ઓપન થાય છે આટલી બાટલી ફૂટલી

22 December, 2019 11:33 AM IST  |  Mumbai

આજે ઓપન થાય છે આટલી બાટલી ફૂટલી

આટલી બાટલી ફૂટલી નાટક

દેવેન્દ્ર આર્ટ્સ અને નિમેશ શાહ નિર્મિત તથા અરવિંદ વૈદ્ય દિગ્દર્શ‌િત નાટક ‘આટલી બાટલી ફૂટલી’ના લેખક ઍક્ટર-પ્રોડ્યુસર નિમેશ શાહ પોતે છે. નાટકના વાર્તાના કેન્દ્રમાં એક એવી સ્લો-લર્નર છોકરીની વાત છે જેનામાં કૉન્ફિડન્સ ભરવાનો છે અને તેને દુનિયા સામે ટક્કર મારવાલાયક બનાવવાની છે. નાટકના મુખ્ય કલાકારોમાં પરેશ ભટ્ટ, અજય પારેખ, રિતિકા શાહ, પીયૂષ ઉદાણી, યશ શાહ અને નેશા ઉદાણી છે. સ્લો-લર્નર છોકરીની જે વાત છે એ છોકરીનું નામ પરી છે.

પરી સ્લો-લર્નર છે. કહો કે પેલા સલમાન ખાન જેવું કૅરૅક્ટર છે. દિલ મેં આતી હૈ પર બાત સમઝ મેં નહીં આતી. જોકે વાત જો મૅથ્સની હોય તો પરી ભલભલાની બાપ છે પણ મૅથ્સ સિવાયની ચર્ચામાં તે સાવ ધીમી, કહો કે ડમ્બ છે. પરી તેના પપ્પા અને ભાઈ સાથે રહે છે. સૌ સગાંવહાલાં તથા ફ્રેન્ડ્સ સૌકોઈ તેને સતત ઇગ્નોર કર્યા કરે છે. પરીના પપ્પાના ફ્રેન્ડ એટલે કે ફૅમિલી ફ્રેન્ડ એવા શાંતિલાલ દ્વારા પરીની મૅથ્સની માસ્ટરી સૌકોઈ સામે આવે છે અને એ પછી પરીમાં કૉન્ફ‌િડન્સ ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં પરીના ભાઈ અને તેના પપ્પા ઉપરાંત શાંતિલાલ પણ લાગી જાય છે. પરીને આત્મવિશ્વાસ આપવાની આ પ્રક્રિયા કેવાં હાસ્યાસ્પદ પરિણામો પણ આપે છે એ જોવા જેવું છે.

આ પણ વાંચો : આજે ઓપન થાય છે બંધ હોઠની વાત

‘આટલી બાટલી ફૂટલી’નો શુભારંભ રવિવારે રાતે ૯ વાગ્યે પ્રબોધન ઠાકરે ઍડિટોરિયમથી થશે.

gujarati mid-day entertaintment