એક જ દિવસમાં ચાર નાટક અને બે મહિનામાં બાર નાટક

08 November, 2014 06:28 AM IST  | 

એક જ દિવસમાં ચાર નાટક અને બે મહિનામાં બાર નાટક


રશ્મિન શાહ


સામાન્ય રીતે બે અને મૅક્સિમમ ત્રણ ગુજરાતી નાટકો એકસાથે ઓપન થતાં હોય છે, પણ આવતી કાલે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે એક જ દિવસમાં ચાર-ચાર નાટકો ઓપન થશે. છેલ્લાં પચ્ચીસ વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા પ્રોડ્યુસર-પ્રેઝન્ટર કૌસ્તુભ ત્રિવેદી કહે છે, ‘આ અગાઉ ક્યારેય આવું બન્યું નથી. ઑડિયન્સ વધ્યું નથી, પણ પ્રોડ્યુસર વધી ગયા હોવાથી આવું બન્યું છે. આને ગુજરાતી થિયેટરની બુલ-રન કહી શકાય.’


આવતી કાલે ‘પપ્પા આવા જ હોય છે’, ‘માસ્ટર બિલ્ડર’, ‘મારી તો અરજી બાકી તમારી મરજી’ અને ‘આજ જાને કી ઝીદ ના કરો’ એમ કુલ ચાર નાટકોનો શુભારંભ થશે; પણ વાત આટલેથી નથી અટકતી. ગુજરાતી રંગભૂમિમાં આવેલી તેજીની ચરમસીમા તો ત્યાં છે કે નવેમ્બર અને ડિસેમ્બર એમ બે મહિનામાં કુલ બાર નાટકો ઓપન થવાનાં છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘ત્રણ મહિનાનું એક ક્વૉર્ટર કહેવાય. વર્ષના લાસ્ટ ક્વૉર્ટરમાં સામાન્ય રીતે છથી સાત નાટક ઓપન થતાં હોય, પણ આ વખતે તો હદ થાય છે. બે મહિનામાં બાર નાટકો થઈ રહ્યાં છે, પણ મહkવનું એ છે કે જે સારાં હશે એ જ નાટકો ટકવાનાં છે.’

બે મહિનામાં કયાં-કયાં નાટકો?


બીજી નવેમ્બર : ‘થપ્પો’


૯ નવેમ્બર : ‘પપ્પા આવા જ હોય છે’, ‘માસ્ટર બિલ્ડર’, ‘મારી તો અરજી બાકી તમારી મરજી’ અને ‘આજ જાને કી ઝીદ ના કરો’


૧૬ નવેમ્બર : હોમી વાડિયા દિગ્દર્શિત ‘ટાઇમ પ્લીઝ’


૨૩ નવેમ્બર : પ્રોડ્યુસર નિમેશ શાહનું નાટક અને પ્રોડ્યુસર-ડિરેક્ટર કિરણ ભટ્ટનું નાટક


૩૦ નવેમ્બર : પ્રોડ્યુસર-ડિરેક્ટર કિરણ ભટ્ટનું નાટક


૭ ડિસેમ્બર : સંજય ગોરડિયાનું નવું નાટક


૧૪ ડિસેમ્બર : ઇમ્તિયાઝ પટેલનું નવું નાટક


૨૧ ડિસેમ્બર : નિમેશ શાહનું નવું નાટક