23 September, 2025 07:20 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent
ઝુબીન ગર્ગના પાર્થિવ દેહના પગ પરથી લેવાયેલી છાપ
આસામના લોકપ્રિય કલાકાર ઝુબીન ગર્ગના પગની છાપ તેની યાદગીરીરૂપે સાચવી રાખવામાં આવી છે. આર્ટિસ્ટ દિગંતા ભારતીએ ઝુબીન ગર્ગના કહિલીપારા ખાતે આવેલા રહેઠાણે આ છાપ લીધી હતી જે તેમના આસામની સંસ્કૃતિમાં પ્રદાનને આદર આપે છે. ઝુબીન ગર્ગના પગની છાપ લેવાનો હેતુ ભવિષ્યની પેઢીઓને તેમના કામથી માહિતગાર કરવાનો અને તેમની સાથે જોડાણ જાળવી રાખવાનો છે.
ઝુબીન ગર્ગના સ્મારક માટે આસામ સરકારે ફાળવી ૧૦ વીઘા જમીન
ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે થવાના છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં આસામ કૅબિનેટે ગુવાહાટીની નજીક કમારકુચીમાં ઝુબીન ગર્ગનું સ્મારક બનાવવા માટે ૧૦ વીઘા જમીન ફાળવણીની મંજૂરી આપી દીધી છે. હિમંતા બિસ્વા સરમાએ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે જમીનની ફાળવણી પરિવાર સાથેની ચર્ચા પછી મંજૂર કરવામાં આવી છે અને એ જગ્યાએ તેમના વારસાને માન આપવા માટે સ્મારક બનાવવામાં આવશે.