ઝોયા અખ્તર અને રીમા કાગતીએ યુટ્યુબ પર શરૂ કરી બિહાઇન્ડ ધ સીન સિરીઝ

15 April, 2020 02:29 PM IST  |  Ahmedabad | Nirali Dave

ઝોયા અખ્તર અને રીમા કાગતીએ યુટ્યુબ પર શરૂ કરી બિહાઇન્ડ ધ સીન સિરીઝ

ઝોયા અખ્તર

ઝોયા અખ્તર અને રીમા કાગતી બૉલીવુડની જાણીતી મહિલા ફિલ્મમેકર છે. તેમણે સાથે મળીને અનેક અદ્ભુત ફિલ્મો આપી છે અને હવે યુટ્યુબ પર ‘ઑફ ધ રેકૉર્ડ’ નામની સિરીઝ શરૂ કરી છે જેમાં તેમની ફિલ્મોના બેસ્ટ સીન વિશે કાસ્ટ અને ક્રૂ વાત કરશે. તેઓ આ ફિલ્મોના યાદગાર સીન પાછળની વાર્તા અને મેકિંગના અનુભવો શૅર કરશે. આ સિરીઝના પહેલા એપિસોડમાં ફરહાન અખ્તરે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ના એક સીન વિશે વાત કરી હતી, જ્યારે ફરહાનનું પાત્ર ઇમરાન પોતાના પિતા (નસીરુદ્દીન શાહ)ને પહેલી વખત મળે છે.

‘ઑફ ધ રેકૉર્ડ’ સિરીઝને ઝોયા અખ્તર અને રીમા કાગતીએ પોતાના પ્રોડક્શન-હાઉસ ‘ટાઇગર બેબી ફિલ્મ પ્રોડક્શન’ હેઠળ બનાવી છે. આ પ્રોડક્શન-હાઉસ ‘ગલી બૉય’ જેવી ફિલ્મ ઉપરાંત ઍમેઝૉન પ્રાઇમની પૉપ્યુલર સિરીઝ ‘મેઇડ ઇન હેવન’નું નિર્માણ કરી ચૂક્યું છે.

zoya akhtar reema kagti farhan akhtar bollywood news entertainment news