14 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાન
તાજેતરમાં નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘ધ રૉયલ્સ’માં જોવા મળેલાં ઝીનત અમાનની તબિયત એકાએક બગડી જતાં તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની બીમારીનું કારણ તો ખબર નથી પડ્યું, પણ તેમની આગામી વેબ-સિરીઝ ‘શો-સ્ટૉપર’ની ટીમે જણાવ્યું કે હવે ઝીનતની તબિયત સ્થિર છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યાં છે.
‘શો-સ્ટૉપર’ના નિર્માતાએ ઝીનત અમાનના હેલ્થ-અપડેટ્સ વિશે જણાવ્યું કે ‘મેં જ્યારે આગામી પ્રમોશનલ પ્રવૃત્તિઓ માટે ઝીનતજીનો સંપર્ક કર્યો ત્યારે તેમનો એક હૃદયસ્પર્શી સંદેશ મળ્યો કે તેઓ ICUમાં છે. આ સમાચાર અમારા બધા માટે આઘાતજનક હતા. તેઓ માત્ર સિરીઝનો ભાગ નથી, પરંતુ એની કરોડરજ્જુ સમાન છે. અમને ખુશી છે કે તેઓ હવે સ્વસ્થ થઈ રહ્યાં છે. આખી ટીમ તેમની આતુરતાથી રાહ જોઈ રહી છે.’