03 October, 2021 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝરીનને સન્માનિત કરવામાં આવી
કોરોનાકાળમાં લોકોને મદદ કરીને તેમને રાહત પહોંચાડનાર ઝરીન ખાનને મહારાષ્ટ્રની સરકારે લોક સેવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરી છે. મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ તેનું બહુમાન કર્યું હતું. તેની સાથે અન્ય ૩૪ કોરોના યોદ્ધાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ઝરીન ખાનની ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ ડિઝની+હૉટસ્ટાર પર થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે. પુરસ્કાર મેળવતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝરીને કૅપ્શન આપી હતી, ‘માનનીય શ્રી ભગત સિંહ કોશ્યારીનો આભાર. સમાજમાં આપેલા યોગદાન બદલ મારાં કાર્યોની પ્રશંસા કરવા અને લોક સેવા ગૌરવ પુરસ્કારથી મને નવાજવા બદલ મહારાષ્ટ્ર રાજ્યના માનનીય ગવર્નરનો આભાર.’