ઝહીર ઇકબાલે ખરીદી મોંઘીદાટ BMW કાર

25 April, 2025 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈભવી X5 કે X3 મૉડલની ઍવરેજ કિંમત છે ૯૦ લાખથી ૧.૩૭ કરોડ રૂપિયા વચ્ચે

સોનાક્ષી સિંહાના પતિ ઝહીર ઇકબાલે તાજેતરમાં બ્રૅન્ડ-ન્યુ BMW કાર ખરીદી છે

ઍક્ટર-બિઝનેસમૅન અને સોનાક્ષી સિંહાના પતિ ઝહીર ઇકબાલે તાજેતરમાં બ્રૅન્ડ-ન્યુ BMW કાર ખરીદી છે. હાલમાં ઝહીરે પત્ની સોનાક્ષી સાથે આ કારની તસવીર પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે. વૈભવી X5 કે X3 સિરીઝના મૉડલની ઍવરેજ કિંમત ૯૦ લાખથી ૧.૩૭ કરોડ રૂપિયા વચ્ચે છે. આ તસવીર જોઈને ફૅન્સ તેમને કૉન્ગ્રેચ્યુલેશન કહી રહ્યા છે. સોનાક્ષી અને ઝહીરે ૨૦૨૪ની ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં અને નજીકના ભવિષ્યમાં તેમનાં લગ્નને એક વર્ષ થશે. આ જોડી તેમના ક્યુટ વિડિયોને કારણે સોશ્યલ મીડિયામાં લોકપ્રિય છે.

sonakshi sinha zaheer iqbal bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news automobiles