✕

અહાન પાંડે હવે જોવા મળશે બેપરવાહમાં! હિરોઇન છે શર્વરી, ૨૬ માર્ચે રિલીઝ થશે ફિલ્મ

27 October, 2026 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સે ગઈ કાલે આગામી ફિલ્મના ટાઇટલ ‘બેપરવાહ’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અહાન પાંડે અને શર્વરી લીડ રોલમાં જોવા મળશે. અલી અબ્બાસ ઝફરના ડિરેક્શન હેઠળ બની રહેલી આ રોમૅન્ટિક ઍક્શન-ડ્રામા ફિલ્મનો નિર્માતા આદિત્ય ચોપડા છે.

મૂવી બેપરવાહનું પોસ્ટર

યશરાજ ફિલ્મ્સે સોશ્યલ મીડિયામાં ‘બેપરવાહ’નું ટીઝર પોસ્ટર શૅર કર્યું છે. આ પોસ્ટરમાં અહાન અને શર્વરીએ એકમેક સાથે માથું ટેકવ્યું છે અને નીચેની તરફ જોઈ રહ્યાં છે. જોકે, પોસ્ટરમાં બન્નેના ચહેરા દેખાતા નથી, પણ અહાનના હાથમાં બંદૂક અને શર્વરીના હાથમાં ગિટાર જોવા મળે છે. પોસ્ટરની નીચે ફિલ્મનું નામ ‘બેપરવાહ’ અને ટૅગલાઇન ‘ફિયરલેસ ઇન લવ’ લખવામાં આવી છે. આ પોસ્ટ સાથે નિર્માતાઓએ કૅપ્શન લખી છે કે ‘ફિયરલેસ ઇન લવ’ ‘બેપરવાહ’ ૨૬ માર્ચ, ૨૦૨૭થી થિયેટરોમાં.’ અહાને ‘સૈયારા’ બનાવનારી કંપની યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મોનો કરાર કર્યો છે. ‘બેપરવાહ’ આ બે ફિલ્મોમાંથી પહેલી છે. ત્યાર બાદ અહાન રોમૅન્ટિક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ફરી એક વાર અનીત પડ્ડા અને ડિરેક્ટર મોહિત સૂરિ સાથે કામ કરશે.

ahaan panday sharvari wagh upcoming movie ali abbas zafar bollywood news bollywood gossips bollywood aditya chopra