14 August, 2024 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર 2’ દ્વારા થિયેટરમાં તોફાન મચાવ્યું હતું. લોકોએ એ ફિલ્મ પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. રવિવારે ફિલ્મની રિલીઝને એક વર્ષ થતાં સની દેઓલે લોકોનો આભાર માન્યો હતો. અનિલ શર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળ્યાં હતાં. ઇન્સ્ટાગ્રામ પર સની દેઓલે લખ્યું કે ‘મારી લાઇફમાં ક્રાન્તિ લાવનાર ‘ગદર 2’ને એક વર્ષ પસાર થયું. વિશ્વભરમાંથી આ ફિલ્મ પર તમે જે પ્રેમ વરસાવ્યો, ફિલ્મની રિલીઝને એક ઉત્સવ તરીકે ઊજવી, જે પ્રકારે તમે મારા પાત્ર તારા સિંહ અને તેના પરિવારને સેલિબ્રેટ કર્યા, જે પ્રકારે થિયેટર્સ કાર્નિવલમાં બદલાઈ ગયાં હતાં એ બદલ સૌનો આભાર. ઘણા સમય સુધી તમારા આ પ્રેમની તોલે કોઈ નહીં આવી શકે. તમારા પ્રેમને કારણે અમારા સૌમાં એક નવા જીવનનો સંચાર થયો છે અને ફિલ્મની સફળતાનું શ્રેય તમને જાય છે.’