અહીં-તહીંથી કોઈ વસ્તુ ઉઠાવીને સારો શો નથી બની શકતો : નીરજ પાન્ડે

23 November, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમને નથી લાગતું કે શોને કસ્ટમાઇઝ કરવામાં આવે તો એનાથી કોઈ મદદ મળતી હોય. કોઈ વસ્તુ અહીં-તહીંથી ઉઠાવીને સારો શો નથી બનાવી શકાતો. સ્ટોરી, પાત્ર અને જે-તે જગ્યાને પૂરતો ન્યાય આપવો જરૂરી છે.’

નીરજ પાન્ડે

નીરજ પાન્ડેનું કહેવું છે કે અહીં-તહીંથી કોઈ વસ્તુ ઉઠાવીને સારો શો નથી બની શકતો. તેનો નવો શો ‘ખાખી : ધ બિહાર ચૅપ્ટર’ શુક્રવારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શો ૨૦૦૪માં આઇપીએસ ઑફિસર અમિત લોઢા અને લોકલ માફિયા ચંદન વચ્ચેના ક્લૅશ પર આધારિત છે. નીરજ પાન્ડે દ્વારા ક્રીએટ કરવામાં આવેલા આ શોને ભાવ ધુલિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. આ શોને અમિત લોઢાની બુક ‘બિહાર ડાયરીઝ’ પરથી બનાવવામાં આવ્યો છે. આ શોમાં કરન ટાકેર, અવિનાશ તિવારી, આશુતોષ રાણા, જતીન સરના, નિકિતા દત્તા, રવિ કિશન, અભિમન્યુ સિંહ, અનુપ સોની, ઐશ્વર્યા સુસ્મિતા, શ્રદ્ધા દાસ અને વિનય પાઠક જેવા ઘણા ઍક્ટર્સ જોવા મળશે. બિહાર અને ઉત્તર પ્રદેશની જ્યારે વાત હોય ત્યારે ત્યાંના બાહુબલીઓ સૌથી પહેલાં દિમાગમાં આવે છે. શું ત્યાંના બાહુબલીઓનું ત્યાંના લોકો પર કેવું ઇનફ્લુઅશ હોય છે એના પર શો છે એ વિશે પૂછવામાં આવતાં નીરજે કહ્યુ કે ‘અમે આ શોનો એ રીતે અપ્રોચ નથી રાખ્યો. આ કેસમાં અમારો પ્રાઇમરી સોર્સ બુક છે. આથી અમે એકદમ ક્લિયર હતા કે બુકમાં જે છે એ શોમાં અમે દેખાડીશું અને અમિત જે વસ્તુને તેની બુકમાં નહોતો દેખાડી શક્યો, પણ અમને તેણે જે જણાવ્યું છે એના પર અમારા શોની મુખ્ય સ્ટોરી છે. અમને નથી લાગતું કે શોને કસ્ટમાઇઝ કરવામાં આવે તો એનાથી કોઈ મદદ મળતી હોય. કોઈ વસ્તુ અહીં-તહીંથી ઉઠાવીને સારો શો નથી બનાવી શકાતો. સ્ટોરી, પાત્ર અને જે-તે જગ્યાને પૂરતો ન્યાય આપવો જરૂરી છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news neeraj pandey