ફર્સ્ટ કિસ અને સૈયાં લઈને આવી રહ્યો છે યો યો હની સિંહ

13 March, 2020 02:18 PM IST  |  Mumbai Desk

ફર્સ્ટ કિસ અને સૈયાં લઈને આવી રહ્યો છે યો યો હની સિંહ

યો યો હની સિંહ

યો યો હની સિંહે હાલમાં જ તેનું નવું સૉન્ગ ‘લોકા’ રિલીઝ કર્યું છે અને હવે તે નવાં સૉન્ગ લઈને તૈયાર છે. હની સિંહ છેલ્લા ઘણા સમયથી ગાયબ હતો, પરંતુ ‘લોકા’ દ્વારા તે હવે ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરી રહ્યો છે. તેના આગામી સૉન્ગ વિશે પૂછતાં હની સિંહે કહ્યું હતું કે ‘મેં મારા આ ગીતને લઈને ઘણી આશા રાખી હતી અને મને એના કરતાં વધુ મળી રહ્યું છે. આ ગીત બનાવવા માટે મને ચારથી છ મહિનાનો સમય લાગ્યો હતો. મારા મત મુજબ માસ અને ક્લાસ દ્વારા કેટલા વ્યુઝ મળે છે એના કરતાં ગીત દરેક વ્યક્તિ સુધી પહોંચે એ મારા માટે વધુ મહત્ત્વનું છે. મારાં આગામી કેટલાંક સૉન્ગ તૈયાર છે અને અમે હવે ટ્રાવેલિંગ શરૂ કરીશું. અમે આ મહિનામાં આ ગીતનું શૂટિંગ કરીશું અને એને બૅક-ટુ-બૅક રિલીઝ કરીશું. બે-ત્રણ ગીત તૈયાર છે અને એમાં સૌથી પહેલું ‘ફર્સ્ટ કિસ’ છે જેનું શૂટિંગ અમે શરૂ કરીશું. ત્યાર બાદ ડાન્સ સૉન્ગ ‘સૈયાં’નું શૂટિંગ કરીશુ.’

bollywood yo yo honey singh bollywood news bollywood gossips