યશ ચોપડા અને શાહરુખ ખાનની જોડી

22 October, 2012 06:25 AM IST  | 

યશ ચોપડા અને શાહરુખ ખાનની જોડી

‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘વીર-ઝારા’ અને ‘જબ તક હૈ જાન’ એમ ચાર ફિલ્મો તેમણે ડિરેક્ટર તરીકે શાહરુખ ખાન સાથે બનાવી. પહેલી ત્રણ ફિલ્મ તો સુપરહિટ હતી, જ્યારે ચોથી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ આ દિવાળીમાં રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સ બૅનર હેઠળ શાહરુખ ખાને કામ કર્યું છે એમાં નીચે મુજબની ફિલ્મોનો સમાવેશ છે : ‘ડર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘મોહબ્બતેં’, ‘વીર-ઝારા’, ‘ચક દે ઇન્ડિયા‘ અને ‘રબને બના દી જોડી’.