યશ ચોપડાના અવસાનના દિવસે પણ તેમની કંપનીની ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું

26 October, 2012 06:06 AM IST  | 

યશ ચોપડાના અવસાનના દિવસે પણ તેમની કંપનીની ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું


રવિવારે અચાનક જ યશ ચોપડાના અવસાનના સમાચારથી બૉલીવુડમાં જાણે ખળભળાટ મચી ગયો હતો. દિગ્ગજ દિગ્દર્શકના માનમાં કેટલીક પાર્ટીઓ, કાર્યક્રમો અને શૂટિંગ-શેડ્યુલ્સ કૅન્સલ કરવામાં આવ્યા હતા. જોકે યશ ચોપડાના ખરા મિજાજને ધ્યાનમાં રાખતા ખુદ યશરાજ પ્રોડક્શનની ફિલ્મ ‘ગુંડે’નું શૂટિંગ ચાલુ રખાયું હતું. આ ફિલ્મનું યુનિટ દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યું હતું ત્યારે તેમને નિધનના આઘાતજનક સમાચાર મળ્યાં હતા. સૌ શૉકમાં હતા છતાં તેમને પ્રોડક્શન હાઉસ તરફથી તેમનું કામ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું.

યશરાજ સ્ટુડિયોના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘યશ ચોપડાએ ખુદ પણ આવી જ ઇચ્છા રાખી હોત. તેમની કાર્યપ્રણાલીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને શૂટિંગ-શેડ્યુલ કૅન્સલ કરવામાં નહોતું આવ્યું. યુનિટના સભ્યોએ વચ્ચે થોડોક બ્રેક લઈને યશજીના માનમાં મૌન પાળ્યું હતું.’

કોણે પોતાના કાર્યક્રમો બદલ્યા?

સૈફ અલી ખાન અને કરીના કપૂર દિલ્હીમાં તેમના મૅરેજની ઉજવણીઓને ટૂંકાવીને આવી ગયાં અને ચોપડા પરિવારને આવીને મળ્યાં હતાં.

હૃતિક રોશન જૉર્ડનનું તેનું શૂટ કૅન્સલ કરીને મુંબઈ આવી ગયો હતો.

સુભાષ ઘઈએ ૨૪ ઑક્ટોબરે થનારી ઍન્યુઅલ પાર્ટી કૅન્સલ કરી હતી.

મુકેશ ભટ્ટે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કૅન્સલ કર્યું હતું.


વાંચો યશ ચોપડા વિશે વધુ....


યશ ચોપડાની ચોથાની વિધિમાં સમગ્ર બોલીવુડ પહોંચ્યું, જુઓ તસવીરો
કિંગ ઓફ રોમાન્સ યશ ચોપડાનો અંતિમ ઈન્ટરવ્યૂ, જુઓ વિડીયો
યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ ...
યશ ચોપડાની અંતિમવિધિમાં ઉમટ્યું બોલીવુડ, જુઓ તસવીરો
સ્વિટ્ઝરલૅન્ડની સરકારે ટ્રેન અને હોટેલના ...
યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ ...
સિત્તેરના થયા પછી પણ લોકો તુંકારે બોલાવે અને ...
યશ ચોપડાની ફિલ્મ DDLJની રિલીઝને થયાં ૧૮ વર્ષ : ૮૮૮મું વીક શરૂ