રામાયણના સેટ પર ઍક્શન માટે રાવણ તૈયાર

31 May, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશ અને હૉલીવુડના દિગ્ગજ સ્ટન્ટ-ડિરેક્ટર ગાય નૉરિસની સેટ પરની તસવીર સામે આવી છે

સાઉથનો સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનો રોલ ભજવી રહ્યો છે

રણબીર કપૂરને રામ અને સાઈ પલ્લવીને સીતા તરીકે ચમકાવતી ‘રામાયણ’ એક મેગા પ્રોજેક્ટ છે. સાઉથનો સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનો રોલ ભજવી રહ્યો છે. હાલમાં યશે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. હાલમાં યશ અને હૉલીવુડના દિગ્ગજ સ્ટન્ટ-ડિરેક્ટર ગાય નૉરિસની સીન વિશે ચર્ચા કરતી તસવીર સામે આવી છે. આ તસવીરોમાં યશ પોતાના ઍક્શન રોલને અનુરૂપ ફિટનેસ સાથે જોવા મળે છે.

ગાય નૉરિસ હાલમાં ભારતમાં છે અને ‘રામાયણ’ના ભવ્ય સ્તરને ધ્યાનમાં રાખીને શાનદાર ઍક્શન સીક્વન્સ ડિઝાઇન કરી રહ્યા છે. હાલમાં જે ઍક્શન સીક્વન્સ ડિઝાઇન કરવામાં આવી રહી છે એમાં યશનું પાત્ર બિલકુલ કેન્દ્રમાં છે. મળતી માહિતી પ્રમાણે યશ ‘રામાયણ’ના પહેલા ભાગ માટે લગભગ ૬૦થી ૭૦ દિવસનું શૂટિંગ કરશે. નીતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ‘રામાયણ’નો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬માં રિલીઝ થશે, જ્યારે એનો બીજો ભાગ દિવાળી ૨૦૨૭માં આવશે. ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૮૩૫ કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે.

ranbir kapoor ramayan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news