પોતાના પાર્ટનરમાં ગ્રેટ કુકની ક્વૉલિટી જોઈએ છે યામીને

11 April, 2020 06:23 PM IST  |  Mumbai Desk

પોતાના પાર્ટનરમાં ગ્રેટ કુકની ક્વૉલિટી જોઈએ છે યામીને

યામી ગૌતમ

યામી ગૌતમનું કહેવું છે કે તેનો પાર્ટનર ગ્રેટ કુક હોવો જોઈએ. તાજેતરમાં જ યામીએ ઇન્સ્ટાગ્રામ પર ફૅન્સ સાથે ઇન્ટરૅક્ટિવ સેશનમાં જોડાઈ હતી. એ દરમ્યાન તેના ફૅન્સે પૂછ્યું હતું કે પોતાના‍ પાર્ટનરમાં તે કેવી ક્વૉલિટી જોવા માગે છે. એનો જવાબ આપતાં યામીએ કહ્યું હતું કે ‘તે ગ્રેટ કુક હોવો જોઈએ. સુપર ફની હોવાની સાથે જ તેનું દિલ પણ સુંદર હોવું જોઈએ.’

કોરોના વાઇરસને કારણે દેશમાં ચાલી રહેલા લૉકડાઉનને કારણે કેવી રીતે સમય પસાર કરી રહી છે એ વિશે યામીએ કહ્યું હતું કે ‘યોગ, કુકિંગ, રીડિંગ, ફિલ્મ્સ અને શોઝ જોઉં છું. ચંડીગઢમાં હું મારી ફૅમિલીને પણ ખૂબ યાદ કરું છું.’

yami gautam bollywood bollywood news bollywood gossips