યામી ગૌતમ ફિલ્મ 'અ થર્સડે'માં લોકોનાં જીવ તાળવે બાંધશે

04 September, 2020 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યામી ગૌતમ ફિલ્મ 'અ થર્સડે'માં લોકોનાં જીવ તાળવે બાંધશે

તે પ્લે સ્કૂલ ટિચરની ભૂમિકા ભજવશે

બેહઝાદ ખંભાતા દ્વારા નિર્દેશિત અને નિર્દેશિત ‘અ થર્સડે’ માં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે પ્લેસ્કૂલ શિક્ષિકા નૈના જયસ્વાલની ભૂમિકા ભજવશે.પણ એક ગુરુવારે તે 16 બાળકોને સ્કૂલમાં  બાંદી બનાવી દે છે અને પછી શું થાય છે એ જ સ્ટોરી છે ફિલ્મની. સ્થતિ કાબુની બહાર ચાલી જાય છે અને છે મીડિયા તથા લોકો તેની આબરૂના લીરે લીરા કરી દે છે.

આ ફિલ્મ અંગે યામીએ કહ્યું કે, “અ થર્સડે એક યુનિક ફિલ્મ છે ને તેને નકારી પણ ન શકાય. બેહઝાદે મજબુત સ્ત્રી પાત્ર લખ્યું છે. ”અ વેડનેસડે ફિલ્મના નિર્માતા રોની સ્ક્રુવાલાનું કહેવું છે કે આરએસવીપીમાં સતત મજબુત સ્ક્રિપ્ટ અને બહેતર એક્ટર્સને હંમેશા પ્રોત્સાહિત કરાયા છે. આ ફિલ્મ તમને એજ પર રાખશે અને દર્શકોની ઉત્સુકતા અને ઇંતેજારી છેક સુધી યથાવત્ રહેશે. આ ફિલ્મ લોકોને સમાજની સ્થિતિ પર સવાલ ખડા કરવા પણ મજબુર કરશે. 2021ની ડાયરેક્ટ ટૂ ડિજટીલ ફિલ્મોની શ્રેણીનો હિસ્સો છે.

ડિરેક્ટર બેહજાદ ખંભાતા કહે છે, "મને રોની અને આરએસવીપી સાથે કામ કરવાનું એક્સાઇટમેન્ટ છે અને યામી પણ આ ફિલ્મ કરવા તૈયાર થઇ એ પણ અગત્યનું છે. આ બહુ ધારદાર રીતે લખાયેલી સ્ક્રીપ્ટ છે." આરએસવીપી અને બ્લુ મંકી ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ "અ થર્સડે" 2021 માં ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થશે.

yami gautam