હું ખુશ છું કે વિવિધ ફિલ્મ મેકર્સ મને તક આપી રહ્યાં છે : યામી ગૌતમ

29 November, 2019 10:56 AM IST  |  Mumbai

હું ખુશ છું કે વિવિધ ફિલ્મ મેકર્સ મને તક આપી રહ્યાં છે : યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમનું કહેવુ છે કે તે ખુશ છે કે બે વિભિન્ન ફિલ્મ મેકર્સે તેને કામ કરવાની તક આપી. તેનું એમ પણ માનવું છે કે અન્ય ફિલ્મ મેકર્સને નહોતું લાગતું કે તે આ રોલમાં બંધ બેસશે. યામીએ ૨૦૧૯ની શરૂઆતમાં ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં કામ કર્યું હતું. આ ફિલ્મને અને તેનાં રોલને લોકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો. ત્યાર બાદ હાલમાં જ રિલીઝ થયેલી તેની ‘બાલા’ પણ સો કરોડને પાર થઈ ગઈ છે. ફિલ્મ મેકર્સ વિશે જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘મારા મતે એક કલાકાર માટે જો કોઈ સારો બોધપાઠ હોય તો એ છે ધૈર્ય રાખવુ અને એનું પરિણામ ચોક્કસ મળે છે. હું ખુશ છું કે બે વિવિધ ફિલ્મ મેકર્સે મને જોઈ અને મને એવો રોલ્સ આપ્યો જે અન્ય ફિલ્મ મેકર્સને મારા માટે યોગ્ય નહોતો લાગતો. કોઈ ફિલ્મની સ્ટોરી જો લોકોને જોવા માટે દર અઠવાડિયે થિયેટર્સ સુધી ખેંચી લાવે, જે લોકોને મનોરંજન પણ પૂરું પાડે અને એનાં કારણે બૉક્સ-ઑફિસનાં કલેક્શનમાં પણ વધારો થાય તો એ સોનામાં સુગંધ ભળવા જેવું છે.’

yami gautam entertaintment