દર્શકોની સજાગતાને કારણે ફિલ્મોના બિઝનેસમાં પરિવર્તન આવશે : યામી

21 April, 2019 09:57 AM IST  | 

દર્શકોની સજાગતાને કારણે ફિલ્મોના બિઝનેસમાં પરિવર્તન આવશે : યામી

ફાઈલ ફોટો

યામી ગૌતમનું માનવું છે કે લોકો ડિમાન્ડિંગ તો બન્યા છે સાથે જ તેમની સજાગતાથી ફિલ્મોના બિઝનેસમાં સકારાત્મક પરિવર્તન પણ આવશે. 'વિકી ડોનર'માં યામી અને આયુષ્માન ખુરાના જોવા મળ્યાં હતાં. આ ફિલ્મને રિલીઝ થયાને સાત વર્ષ થયાં છે. આ ફિલ્મ દ્વારા જ તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં વિકી કૌશલ સાથે જોવા મળી હતી.

ફિલ્મની જર્ની વિશે યામીએ કહ્યું હતું કે 'આ મારા માટે એક ગ્રેટ જર્ની રહી છે. મને લાગે છે કે મારે હજી ઘણું બધું એક્સ્પ્લોર કરવાનું બાકી છે. સાત વર્ષ એ માત્ર શરૂઆતનો સમય છે. હું એ પણ જાણું છું કે મારે હજી ઘણી વસ્તુઓ કરવાની છે. મારી આસપાસ ઘણું બધું સારું થઈ રહ્યું છે. સાથે જ સારું કામ પણ આવી રહ્યું છે. દરેક પ્રકારની ફિલ્મો બનાવવા માટે રાઇટર્સ અને ડિરેક્ટર્સ પાસે સારો એવો ચાન્સ છે અને કલાકારો માટે પણ આ સારો સમય ચાલી રહ્યો છે.'

 

આ પણ વાંચો: દીપિકા પાદુકોણની સંસ્થાએ કંગનાની મેન્ટલ હૈ ક્યા પર કર્યા પ્રહાર

 

'દર્શકો પણ ખૂબ ડિમાન્ડિંગ બન્યા છે અને એ વસ્તુથી હું ઍક્સાઇટેડ થાઉં છું. મને એ વાતની પણ ખાતરી છે કે આ નવી સિસ્ટમ એટલે કે લોકોની સજાગતાથી ફિલ્મોના બિઝનેસમાં સકારાત્મક પરિવર્તન પણ આવશે. હું પણ પર્સનલી માનું છું કે આ સમય મારા માટે નવી નવી વસ્તુઓ અને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટેનો છે.'

yami gautam