30 April, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
યામી ગૌતમ બાળકને જન્મ આપ્યાના થોડા સમય બાદ જ ફરીથી કામ શરૂ કરી દેવાની છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની ‘આર્ટિકલ 370’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધરે પ્રોડ્યુસ કરી હતી. એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે પ્રેગ્નન્ટ હતી અને આમ છતાં પ્રેગ્નન્સી દરમ્યાન પણ તેણે સતત કામ કર્યું હતું. મે મહિનામાં તેના ઘરે બાળકની ગુંજ સંભળાવાની છે. થોડા સમય માટે બ્રેક લઈને તે ફરીથી કામની શરૂઆત કરશે. તે ‘ધૂમધામ’માં દેખાવાની છે. યામીનું કહેવું છે કે તેની મમ્મી અંજલિ ગૌતમ અને બહેન સુરીલી ગૌતમ તેની મોટી સપોર્ટ સિસ્ટમ છે. ડિલિવરી બાદના પોતાનું પ્લાનિંગ જણાવતાં યામી કહે છે, ‘હું વર્કિંગ મમ્મી બનીશ. મારી મમ્મી અને સાસુ પણ વર્કિંગ વિમેન હતી અને તેમણે ખૂબ સારી રીતે તાલમેલ જાળવી રાખ્યો હતો. તેઓ મારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાથે જ મને એ વાતની ખુશી છે કે મારા હસબન્ડનો મને પૂરો સપોર્ટ છે.’