ઓલ્ડ ઇઝ ગોલ્ડ

29 August, 2012 06:46 AM IST  | 

ઓલ્ડ ઇઝ ગોલ્ડ

૧૯૮૧ના સમયગાળામાં પાકિસ્તાની સિંગર નાઝિયા હુસેને ગાયેલું ગીત ‘ડિસ્કો દિવાને’ બહુ લોકપ્રિય બન્યું હતું. હવે આ ગીત પ્રોડ્યુસર કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે પસંદ કયુર્. આ ગીતને સંગીતકાર વિશાલ-શેખર રીક્રીએટ કરશે અને સુનિધિ ચૌહાણ એને ગાશે. જોકે સંગીતકાર બિડ્ડુ અને નાઝિયાના ઓરિજિનલ ગીતનો કેટલોક હિસ્સો આ નવા ગીતમાં સાચવી રાખવામાં આવશે. આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કરણ આ ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવા માગતો હતો. આ ગીતને ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન તેમ જ આલિયા ભટ્ટ પર ફિલ્માવવામાં આવ્યું છે.’

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના સંગીતમાં કરણે ખાસ રસ લીધો છે. આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કરણ ઇચ્છે છે કે આ ફિલ્મનું સંગીત ચાર્ટબસ્ટર સાબિત થાય. કરણ પહેલાંથી જ ફિલ્મનાં છ ગીતોના મુદ્દે સ્પષ્ટ હતો. ‘ડિસ્કો દીવાને’ સૌથી પહેલાં રિલીઝ થશે અને એની ડિઝાઇન આખી ક્રીએટિવ ટીમે મળીને નક્કી કરી છે.’

આ મુદ્દે કરણ સાથે વાત નહોતી થઈ શકી.