BHOR: 'ભોર'માં જોવા મળી મહિલાસશક્તિકરણની વાત

11 February, 2021 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

BHOR: 'ભોર'માં જોવા મળી મહિલાસશક્તિકરણની વાત

BHOR: 'ભોર'માં જોવા મળી મહિલાસશક્તિકરણની વાત

આ ફિલ્મમાં મહિલા સશક્તિકરણને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે, સાથે જ કાસ્ટ પ્રણાલી પણ રસપ્રદ રીતે બતાવવામાં આવી છે. દિગ્દર્શક કામખ્યા નારાયણ સિંહ જણાવે છે કે, "એક ફિલ્મ નિર્માતા અને સામાજિક શિક્ષણના વિદ્યાર્થી તરીકે મને વિશ્વ અને ભારતને વ્યાપક રીતે જોવાની તર મળી. મને સ્થાનિક સંસ્કૃતિના લોકો સાથે હળવા મળવાની અને વાત કરવાનો લાભ મળ્યો. દરેક સંસ્કૃતિના લોકો જુદી જુદી સમજ ધરાવે છે. હા તે ગરીબ હોઇ શકે, પણ તે ખુશ છે, તેઓ વિરોધાભાસી હોઇ શકે પણ તે જટિલ નથી." ફિલ્મમાં વાસ્તવિકતા જાળવી રાખવા માટે, ત્યાં બે મહિનાથી ફિલ્ડ પર કામ કર્યું હતું અને ફિલ્મમાં બતાવેલા પોષાક તે સમુદાયના લોકોના જ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, "ભોર બિહારના એવા એક સમુદાય વિશે વાત કરે છે, જેને 'મુસાહરો' કહેવામાં આવે છે. આ સમુદાયના લોકો ખૂબ જ સામાન્ય અને સરળ હોય છે, તેઓ ભારતમાં સ્વચ્છતા અને શૌચાલયો પરના આધુનિક અભિયાન અંગે કેવી પ્રતિક્રિયા આપે છે તે વિશે છે. આ ફિલ્મમાં અમે પ્રયત્ન કર્યો છે તેમના જીવનની વાસ્તવિકતાને જાળવી તેનું ચિત્રણ કરી શકીએ."

નિર્માતા એકે સિંહ આ વિશે કહે છે કે, "હું કોઇ ફિલ્મી બેક્ગ્રાઉન્ડ ધરાવતો નથી પણ હું હંમેશાં એક ફિલ્મ બનાવવા માગતો હતો. મેં મારું આખું બાળપણ ગ્રામીણ વિસ્તારોમાં પસાર કર્યું છે. હું એક સ્ક્રિપ્ટ શોધતો હતો જે હું બનાવવા માગું છું અને જ્યારે ભોરની સ્ક્રિપ્ટ મારી પાસે આવી, ત્યારે તે મને મારા ગામમાં લઈ ગઇ જ્યાં ભુસાર અને ઠાકુર રહેતા હતા, તેઓ કેવી રીતે જીવતા હતા, તે બધું મને આ સ્ક્રિપ્ટમાં દેખાયું."

આ ફિલ્મ 'કૈરો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ', 'આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ઈન્ડિયા' (જીઓએ), ઇન્ડો - બર્લિન ફિલ્મ વીક (બર્લિન), મેલબોર્ન ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઑસ્ટ્રેલિયા સહિત ત્રીસથી વધુ ફિલ્મ ફેસ્ટિવલમાં વખાણાઇ છે. આ ફિલ્મને ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ અને બોસ્ટનના બે એવોર્ડ, કેલિડોસ્કોપ ભારતીય ફિલ્મ મહોત્સવ પણ મળ્યા છે.

ડિરેક્ટર કામખ્યા નારાયણસિંહે કહ્યું,"આ ફિલ્મ 'બુધ'ની આસપાસ ફરે છે, જે બિહારના મુસાહર સમુદાયની એક છોકરી છે, જેના બાળવિવાહ થયા હોવા છતાં પણ તે ભણવાનું સપનું સેવે છે, અને સ્વચ્છતા તેમજ શૌચાલય બનાવવા માટે તે કેવી રીતે લડે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં નલનીશ નીલ, દેવેશ રાજન, સાવેરી શ્રી ગૌર અને પુણ્ય પ્રસૂન બાજપાઇની જોડી જોવા મળે છે. 'ભોર' નું નિર્માણ જ્ઞાનેશ ફિલ્મ્સના એકે સિંઘ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને કામખ્યા નારાયણ સિંહે ડાયરેક્ટ કરી છે.

bollywood bollywood news entertainment news