વાઇફને બર્થ-ડે વિશ કરતા સોનુ સૂદે સતત સપોર્ટ આપવા બદલ તેનો આભાર માન્યો

05 December, 2020 05:32 PM IST  |  Mumbai | Mumbai correspondent

વાઇફને બર્થ-ડે વિશ કરતા સોનુ સૂદે સતત સપોર્ટ આપવા બદલ તેનો આભાર માન્યો

વાઇફને બર્થ-ડે વિશ કરતા સોનુ સૂદે સતત સપોર્ટ આપવા બદલ તેનો આભાર માન્યો

મુંબઈ : સોનુ સૂદે તેની વાઇફ સોનાલીના બર્થ-ડે નિમિત્તે તેણે આપેલા સપોર્ટ માટે આભાર માન્યો છે. સાથે જ જીવનમાં મળેલી સફળતાનું શ્રેય સોનુ સૂદે તેની વાઇફને આપ્યો છે જેને તે સોનુ કહે છે. બન્નેની લવ સ્ટોરી પણ ફિલ્મી છે. સોનુ સૂદ પંજાબનો છે અને સોનાલી તેલુગુ છે. વાઇફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુ સુદે કૅપ્શન આપી હતી કે ‘મૅની હૅપી રિટર્ન્સ ઑફ ધ ડે માય સોનુ. હંમેશાં મારો આધારસ્તંભ બનવા માટે તારો આભાર. આજે આપણે જે પણ મેળવ્યું છે એ તારા સાથ વગર શક્ય ન થયું હોત. નાગપુરથી મુંબઈ આવવાની આપણી જર્ની મારી લાઇફમાં હંમેશાં સ્પેશ્યલ જર્ની રહેવાની છે. મારી લાઇફમાં તેં જે પણ આપ્યું છે એના માટે અને એને સ્પેશ્યલ બનાવવા માટે તને ભરપૂર પ્રેમ.’

bollywood bollywood news bollywood gossips sonu sood entertainment news