✕

શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠે લૉન્ચ થશે કિંગનું ટીઝર?

14 October, 2026 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે શાહરુખના જન્મદિવસે ‘કિંગ’નું ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મનું પ્રમોશન-અભિયાન શરૂ થઈ જશે.

શાહરુખ ખાન

બીજી નવેમ્બરે શાહરુખ ખાનની ૬૧મી વર્ષગાંઠ ઊજવવામાં આવશે. કિંગ ખાનનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે ચાહકોને એક મોટું સરપ્રાઇઝ મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે શાહરુખની આગામી ફિલ્મ ‘કિંગ’ના નિર્માતાઓએ આ દિવસે ‘કિંગ’નું ટીઝર રિલીઝ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનું ટીઝર જબરદસ્ત છે અને એમાં શાહરુખનો એવો અવતાર જોવા મળશે જે પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. ટીઝરમાં તે સ્ટાઇલિશ અને દમદાર અંદાજમાં જોરદાર સંવાદો બોલતો જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે શાહરુખના જન્મદિવસે ‘કિંગ’નું ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મનું પ્રમોશન-અભિયાન શરૂ થઈ જશે. ત્યાર બાદ ટ્રેલર અને ફર્સ્ટ લુક દર્શાવતાં પોસ્ટર્સ અને ગીતો પણ એક પછી એક રિલીઝ કરવામાં આવશે.

Shah Rukh Khan upcoming movie happy birthday bollywood news bollywood gossips bollywood entertainment news king