રાજકુમાર હિરાણીની ફિલ્મમાં લાલા અમરનાથ બનશે શાહરુખ?

05 December, 2019 10:08 AM IST  |  Mumbai

રાજકુમાર હિરાણીની ફિલ્મમાં લાલા અમરનાથ બનશે શાહરુખ?

શાહરૂખ ખાન

રાજકુમાર હિરાણીની આગામી ફિલ્મ ક્રિકેટ પર આધારિત હોવાની ચર્ચા છે. તેમાં પણ શાહરુખ ખાન પાત્ર ભજવે એવા એંધાણ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પહેલી વાર ટેસ્ટ મૅચમાં સેન્ચુરી મારનાર લાલા અમરનાથની બાયોપિક પર કામ ચાલી રહ્યું એવી ચર્ચા છે. આ સાથે જ એક અન્ય ક્રિકેટ ફિલ્મ પર પણ કામ ચાલી રહ્યું છે. લાલા અમરનાથીની બાયોપિકને પીયુષ ગુપ્તા અને નીરજ સિંહ દ્વારા લખવામાં આવી રહી છે જેને ફોક્સ સ્ટાર સ્ટુડિયો પ્રોડ્યુસ કરશે. આ સિવાય અભિજાત જોષી પણ ક્રિકેટ પર આધારિત ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે. આ તમામ સ્ક્રિપ્ટની વચ્ચે રાજકુમાર હિરાણી પણ તેમની ફિલ્મો અને એક વેબ સિરીઝની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે. આ તમામ સ્ક્રિપ્ટમાંથી તેઓ કંઈ ફિલ્મ કરશે એ એક સવાલ છે. જો લાલા અમરનાથીની ફિલ્મ હોય તો શાહરુખ ખાન એ પાત્ર ભજવશે કે કેમ એ પણ એક સવાલ છે.

Shah Rukh Khan vidhu vinod chopra